ભાવનગર

ઈદ-એ-મિલાદના જુલૂસને અનુલક્ષીને ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન માટે કેટલાંક માર્ગો એકમાર્ગીય જાહેર કરાયાં

ભાવનગર શહેરમાં તા. ૨૬/૦૮/૨૦૨૬ના રોજ ઈદ-એ-મિલાદના તહેવારની ઉજવણી અંતર્ગત ચાવડીગેટ પાસે
આવેલી મહંમદશા બાપુની વાડીએથી જુલૂસ નીકળનાર છે.
જે ભાવનગર શહેરના ચાવડી ગેટ, અલકા ગેટ, મતવા ચોક, સંઘેડીયા બજાર, શેલારશા ચોક, આંબા ચોક, હેરીસ
રોડ, વોરા બજાર, રૂવાપરી ગેટ, બાર્ટન લાયબ્રેરી, હલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ઘોઘા ગેટ, ગંગાજળીયા તળાવ,
વાસણ ઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા પીરની દરગાહ પાસે આવી પુરૂ થશે.
આ જુલૂસના રૂટ પર ઘોડાગાડી, બગી, ઘોડા, ઉંટ ગાડી, રિક્ષાઓ, ટ્રક, મોટર સહિતનાં વાહનો જોડાવાની સંભાવનાને
ધ્યાને લઈ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તથા જાહેર માર્ગો પર વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે તે હેતુસર
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ તા. ૨૬/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભાવનગર
શહેરના નિયત કરાયેલાં માર્ગો એક માર્ગીય જાહેર કરાયાં છે.
જાહેરનામાં દર્શાવ્યાં મુજબ (૧) ચાવડીગેટથી વડવા તલાવડી થઈ અલકા ગેટ ચોક સુધીનો માર્ગ : અલકા ચોક
તરફથી વડવા તલાવડી થઈ ચાવડીગેટ તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.
(૨) અલકા ચોકથી મતવા ચોક થઈ શેલારશા ચોક સુધીનો માર્ગ : શેલારશા ચોકથી મતવા ચોક તરફ આવતા
તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.
(૩) મીની ગેસ્ટ હાઉસથી શેલારશા ચોક સુધીનો માર્ગ : મીની ગેસ્ટ હાઉસથી શેલારશા ચોક તરફ આવતા તમામ
પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.
(૪) વાસણ ઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચોક સુધીનો માર્ગ : વાસણ ઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા
ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.

(૫) હેરીસ રોડના નાકાથી આંબાચોક થઈ શેલારશા ચોક સુધીનો માર્ગ : હેરીસ રોડ તરફથી શેલારશા ચોક તરફ
આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.
(૬) ઘોઘાગેટથી હેરીસ રોડના નાકા સુધીનો માર્ગ : ઘોઘાગેટથી હેરીસ રોડ તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો
માટે પ્રવેશબંધી.
(૭) બાર્ટન લાયબ્રેરી ચોકથી વોરા બજાર થઈ જસુભાઈ જ્વેલર્સવાળી દુકાન સુધીનો માર્ગ :
બાર્ટન લાયબ્રેરી ચોકથી વોરા બજાર થઈ જસુભાઈ જ્વેલર્સવાળી દુકાન તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે
પ્રવેશબંધી.
(૮) હલુરિયા ચોકથી બાર્ટન ચોક સુધીનો માર્ગ : હલુરિયા ચોક તરફથી બાર્ટન ચોક તરફ આવતા તેમજ મામાકોઠીથી
બાર્ટન ચોક તરફ આવતા અને જોગીવાડીની ટાંકીથી બાર્ટન ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે
પ્રવેશબંધી.
(૯) હલુસરિયા ચોકથી હાઈકોટ રોડ થઈ ઘોઘાગેટ ચોક સુધીનો માર્ગ :ઘોઘાગેટ ચોકથી હાઈકોટ રોડ થઈ ફુલસરિયા
ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.
(૧૦) વાસણા ઘાટથી ગંગાજળિયા તળાવ, હેવમોર ચોક થઈ ઘોઘાગેટ સુધીનો માર્ગ : વાસણા ઘાટથી ગંગાજળિયા
તળાવ, હેવમોર ચોક થઈ ઘોઘાગેટ તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી.
આ જાહેરનામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસૂલ ખાતું, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક
સેવા અંગેનાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર
થશે.
જાહેરનામાના અમલ તથા ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા અધિકારીશ્રીને
અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Posts