ભાવનગર

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા માટે નિયત કરાયેલાં વિવિધ સ્થળોએ CCTV કેમેરા સ્થાપિત કરવા ફરજિયાત

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોના જીવન અને
સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુસર વિવિધ સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવા અંગે ભાવનગર
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલી સત્તાની રૂએ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં દર્શાવ્યા મુજબ, સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં તમામ બેંકો તથા ગેર-બેન્કિંગ સંસ્થાઓ, આંગડિયા
પેઢીઓ, જ્વેલરી શો-રૂમ, પેટ્રોલ પંપ તથા ગેસ સ્ટેશનો, હોટલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, ગરબા ક્લાસીસ,
ધર્મશાળા, શોપિંગ મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, ખાનગી
વેરહાઉસ તથા ગોડાઉન ખાતે CCTV કેમેરા સ્થાપિત કરવા ફરજિયાત કરવામાં આવ્યાં છે.
દરેક જગ્યાએ CCTV કેમેરા એવી રીતે સ્થાપિત કરવાના રહેશે કે સ્થળના અંદરના તથા બહારના ભાગ, પ્રવેશ અને
બહાર નીકળવાના દ્વાર, આવતા-જતા વ્યક્તિઓ તથા વાહનો, રિસેપ્શન સેન્ટર, લોબી, પાર્કિંગ એરિયા અને બેઝમેન્ટ
સહિતનો જરૂરી વિસ્તાર સ્પષ્ટ રીતે કવર થાય તથા કોઈ Blind Spot ન રહે. જાહેર સ્થળોએ આવેલા એકમોએ જાહેર
જગ્યા તથા રોડની બાજુનો વિસ્તાર પણ કેમેરાની નજર હેઠળ આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. CCTV કેમેરા સારા
રિઝોલ્યુશનના હોવા જરૂરી છે.
જાહેરનામા મુજબ, (3) CCTV કેમેરાનું ફુટેઝ સારી ક્વોલીટી અને સારા રિઝોલ્યુશન મુજબ હોય તેની ખાતરી કરવી
(૪) તમામ CCTV નું બેકઅ૫ ૧૫ દિવસ સુધીનું રાખવું.(૫) તમામ CCTV કેમેરાના DVR સુરક્ષિત જગ્યા પર રાખવા.
(૬) CCTV ઇન્સ્ટોલ કરતી વખતે વ્યકિતગત ગોપનીયતાનું સુનિશ્વિત કરવું. (૭) પોલીસ દ્વારા જ્યારે પણ CCTV
માંગવામાં આવે ત્યારે CCTV ફુટેઝ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાના રહેશે. (૮) ફુટેઝમાં ફેરફાર, સંપાદન, કે નાશ
કરવો એ કાયદેસર ગુન્હો ગણાશે.
ઉપરાંત, CCTV કેમેરા યોગ્ય એંગલ તથા ઊંચાઈ પર સ્થાપિત કરી વધુમાં વધુ વિસ્તાર આવરી લેવાય અને Blind
Spot ન રહે, ફૂટેજમાં ચોક્કસ તારીખ અને સમય અંગેનું સ્ટેમ્પીંગ દર્શાવતાં હોય તેમજ CCTV જે સ્થળ ઉપર ઇસ્ટોલ

કરવામાં આવે તે ફાઉન્ડેશન મજબુત હોય તે સુનિશ્વિત કરવું શક્ય હોય તો અમુક કેમેરા નાઇટ વિઝન કેમેરા હોય તે
ઇચ્છનીય છે.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલા તમામ શહેરો તથા ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.
જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ કાર્યવાહી કરવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Posts