સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષે S.G.F.I. (શાળાકીય) અને એસોસિએશન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રૂ.૨,૫૦૦ની શિષ્યવૃત્તિ અને સ્પર્ધામાં ભાગ લેનાર સહભાગી ખેલાડીઓને રૂ.૨,૦૦૦ની વૃતિકા આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના મેડલ વિજેતા અને સહભાગી થયેલા તમામ ખેલાડીઓએ આ સહાય મેળવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in પર જઈને ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તા. ૦૧/૦૮/૨૦૨૬ થી શરૂ થઈ ચૂકી છે અને તેની અંતિમ તા. ૩૦/૦૮/૨૦૨૬ સુધીની રહેશે. આ યોજના અંગેની વધુ વિગતો કે કોઈ પણ પ્રશ્નોના માર્ગદર્શન માટે ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત ગમત કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિજેતા અને સહભાગી ખેલાડીઓએ શિષ્યવૃત્તિ-વૃતિકા યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવી















Recent Comments