ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ધારી દ્વારા એપ્રેન્ટિસ અને બેરોજગાર તાલીમાર્થીઓને રોજગારી પૂરી પાડવાના હેતુથી એક ભવ્ય પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો આઇ.ટી.આઈ તાલીમ સંસ્થા ધારી, હીમખીમડી, તુલસીશ્યામ રોડ ખાતે તા. ૨૯/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
આ ભરતી મેળામાં જાણીતી કંપની SWAN DEFENCE AND HEAVY INDUSTRIES LTD ભાગ લઈ રહી છે, જેમના દ્વારા મેકેનિક ડિઝલ, ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. કંપની દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને અંદાજિત રૂ. ૧૨,૦૦૦ જેટલો માસિક પગાર ચૂકવવામાં આવશે. ઉમેદવારોએ ભરતી મેળાના દિવસે પોતાના આધાર કાર્ડ અને તમામ શૈક્ષણિક લાયકાતના અસલ તેમજ નકલ દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. આઇ.ટી.આઇ પાસ આઉટ થયેલા તમામ રસ ધરાવતા તાલીમાર્થીઓને આ ભરતી મેળામાં જોડાઈને લાભ લેવા આઇ.ટી.આઇ ધારી આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.















Recent Comments