ગુજરાત

સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ નાં મનોદિવ્યાંગ સાથે વૈદિક પૂજન થી બાળકોના બૌધ્ધિક કૌશલ્ય વર્ધન રક્ષાબંધન ઉજવાય

અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત અખબાર નગર, નવાવાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ વચ્ચે ગાયત્રી પરિવાર નારણપુરા અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભાઈબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી વૈદિક પૂજન અર્ચન ગાયત્રી મંત્રોચ્ચાર સાથે બાળકોના બૌધ્ધિક કૌશલ્ય વર્ધન,ઉજ્જવળ ભવિષ્ય અને નિરામય જીવન સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે સર્વાંગી સુખાકારી વિકાસના શુભાશયથી ૨૭ ઓગસ્ટ ગુરુવાર સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ રાખવમાં આવી હતી જેમાં ક્લાબા વ્યાસ તરફથી દરેક મનોદિવ્યાંગ બાળાઓને પર્સની સરસ ગિફ્ટ આપવામાં આવી તથા કાર્યક્રમને અંતે સરસ મજાનું સ્વીટ ફરસાણ સાથે દરેક મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.તેમજ સાથ સહકાર ગૃપના પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલર ઋષિનાબેન,કનુભાઈ પરીખ SBI,સક્ષમ અમદાવાદ ગૃપ શ્રીકૃષ્ણકાંતભાઈ,શ્રી વિપુલભાઈ વસાવડા,શ્રીજીગ્નેશભાઈ,ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts