ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ
રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં
જુગાર અંગે રેઇડ દરમિયાન છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે
તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા જુગાર
સાહિત્ય સાથે પકડી પાડી, બે ઇસમો નાશી ગયેલ હોય, તમામ આરોપીઓ વિરૂધ્ધ
જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ
આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રફીકભાઇ ઉર્ફે ટાઢો અબાભાઇ જાખરા, ઉ.વ.૪૪, રહે.ડુંગર, કલ્યાણનગર,
તા.રાજુલા, જિ.અમરેલી.
(૨) હમીદભાઇ રજાકભાઇ મોરખ, ઉ.વ.૨૭, રહે.મહુવા, કે.કે.મીલની ચાલી, તા.મહુવા,
જિ.ભાવનગર
(૩) કાદરભાઇ કરીમભાઇ મોરખ, ઉ.વ.૫૩, રહે.મહુવા, નવો જાપો ખરેડીયા મેલો
જમજમ બિલ્ડીંગ પાછળ તા.મહુવા, જિ.ભાવનગર
(૪) સુમારભાઇ સુલેમાનભાઇ ગાહા, ઉ.વ.૩૫, રહે.ડુંગર, હાઇસ્કુલ પાસે, તા.રાજુલા,
જિ.અમરેલી
(૫) હાજુભાઇ ભીખાભાઇ કનોજીયા, ઉ.વ.૪૨, રહે.ડુંગર, પોલીસ સ્ટેશન પાછળ,
તા.રાજુલા, જિ.અમરેલી
(૬) મેરૂભાઇ આલ્કુભાઇ કોટીલા, ઉ.વ.૩૬, રહે.ધારાના નેસ, તા.રાજુલા, જિ.અમરેલી
રેઇડ દરમિયાન નાશી ગયેલ આરોપીઓની વિગતઃ-
(૧) આદીલભાઇ ઇસ્માઇલભાઇ ગાહા, રહે.ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી.
(૨) અક્રમભાઇ લાખાભાઇ આલીપોટા, રહે.ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧,૧૧,૮૭૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૫ કિં.રૂ.૭૫,૦૦૦/- તથા
ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૮૬,૮૭૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હિમાસીયા તથા
પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments