તાજેતરમાં રાજ્યભરમાં અત્યંત ઉત્સાહ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન લાખો નાગરિકો, ખેલૈયાઓ અને ખાસ કરીને આપણી માતાઓ-બહેનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ અને ‘SHE Teams’ દ્વારા અથાક પરિશ્રમ કરવામાં આવ્યો છે. આ પ્રશંસનીય અને નિષ્ઠાવાન કામગીરીની કદરરૂપે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)શ્રી તથા ગુજરાતના તમામ ૩૪ જિલ્લાઓની ‘SHE Teams’ ને વિશેષ પ્રશંસાપત્ર (Certificate of Appreciation) અર્પણ કરવામાં આવ્યા છે.
નવરાત્રીના નવ દિવસો દરમિયાન રાત-દિવસ એક કરીને નાગરિકોની સલામતી, ટ્રાફિક વ્યવસ્થા અને છેડતી વિરોધી કામગીરીમાં ‘SHE Teams’ નું યોગદાન અત્યંત અનન્ય રહ્યું છે. DGP સાહેબના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમાજમાં સુરક્ષા, સલામતી અને માનવાધિકારોની જાળવણી માટે અવિરત સેવા આપનાર સમગ્ર પોલીસ વિભાગના આ સહકાર અને પુરુષાર્થને હ્યુમન રાઇટ્સ ફેડરેશનના રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણી તથા સંસ્થાના હોદ્દેદારો દ્વારા વિશેષ બિરદાવવામાં આવ્યા છે અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


















Recent Comments