ભાવનગર

આદિવાસી સમાજજીવનના તુલનાત્મક અધ્યયન બદલ ભાવનગરનાં મમતાબેન ડાભીને પાટણ યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.ની પદવી એનાયત

પાલિતાણા તાલુકાના આદપુર ગામના વતની અને હાલ ભાવનગર ખાતે વસવાટ કરતાં ડાભી મમતાબેન
જગદીશભાઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ગુજરાતી વિષયમાં ફિલોસોફી ઓફ
ડોક્ટરેટ (પી.એચ.ડી.)ની પદવી એનાયત કરવામાં આવી છે.
મમતાબેન ડાભીએ વર્ષ ૨૦૨૧માં “એકવીસમી સદીના પ્રથમ દાયકાની ગુજરાતી અને હિન્દી
નવલકથાઓમાં આદિવાસી સમાજજીવન : એક તુલનાત્મક અધ્યયન” વિષય પર સંશોધન કાર્ય શરૂ કર્યું
હતું.
સંશોધન અંતર્ગત તેમણે ગુજરાતી અને હિન્દી સાહિત્યની પાંચ-પાંચ નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ
કરીને આદિવાસી સમાજજીવન, સંસ્કૃતિ અને રીતરિવાજો સહિત અત્યાચાર અને શોષણ સામેના તેમના
વિદ્રોહના વિવિધ પાસાંઓનું તલસ્પર્શી વિશ્લેષણ કર્યું છે.
આ સંશોધન કાર્યમાં નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયાના આચાર્ય ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માર્ગદર્શક
તરીકે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શોધગ્રંથની મૌખિક પરીક્ષા તા.૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
ખાતે યોજાઈ હતી.
જેમાં વિષય નિષ્ણાત તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ભરત
ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
મમતાબેન ડાભીની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ તેમને પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકો તરફથી અભિનંદન
પાઠવવામાં આવી રહ્યા છે.

Related Posts