અમરેલી

દામનગર અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ નું BAPS ના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય ડો તોગડિયા ના હસ્તે રથયાત્રા પ્રસ્થાન

દામનગર શહેર મા અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ મા સમગ્ર શહેર ની અઢારેય આલમ ની ઉપસ્થિતિ વચ્ચે BAPS ના વરિષ્ઠ સંતો સ્વામી ભગવત કીર્તન સ્વરૂપદાસજી સ્વામી શ્રી આત્મ વૈભવદાસજી એ અક્ષર ગ્રુપ જન્માષ્ટમી મહોત્સવ નું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કર્યું આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા એ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા રાજ્ય ના પૂર્વ યુવા સંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધિક્ષક ડો જી જે ગજેરા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિત અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ મા દામનગર – મુંબઈ મિત્ર મંડળ ના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા પોપટપરા થી હજારો શ્રદ્ધાંળુ ભાવિકો ના અદમય ઉત્સાહ સાથે પ્રસ્થાન ભગવાન શ્રી કૃષ્ણ ની દિવ્ય રથ યાત્રા મા ભાવ વિભોર ભાવિકો સાથે શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારો રચતી રથ યાત્રા છભાડીયા રોડ સરદાર ચોક પૃષ્ટીય માર્ગી હવેલી થી શ્રી વેજનાથ મહાદેવ ઢીકૂડી ચોક મટુકી ઉત્સવ પ્રસાદ બાદ પરત એજ રૂટ ઉપર છભાડિયા રોડ ખાતે મટુકી ઉત્સવ મા ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે નંદ ભયો આનંદ ભયો ના નારા સાથે યુવાનો ઝુમી ઉઠ્યા હતા અનેક વિશેષતા સાથે અક્ષર ગ્રુપ આયોજિત દિવ્ય જન્માષ્ટમી મા અનેક આકર્ષણો રોશની થી સમગ્ર રથયાત્રા રૂટ ને ભવ્ય શુંગાર ઠેર ઠેર કમાન દરવાજા નું મનોહર સુશોભન નવસારી નું પ્રસિદ્ધિ બેન્ડ અક્ષર ગ્રુપ નું માઈકો પ્લાનિંગ દરેક સભ્યો નો વોકી ટોકી દ્વારા તુરંત સંપર્ક રથયાત્રા ના રૂપ ઉપર અક્ષર ના સ્વયંમ સેવકો દ્વારા પ્રસાદ રૂપે આઈસકેન્ડી સ્થળ વિતરણ સ્વયંમ શિસ્તબદ્ધ હજારો યુવાનો ડ્રેસ કોડ યુનિફોમ મા સુસજ્જ સ્થાનિક પોલીસ હોમગાર્ડ જવાનો ટ્રાફિક બ્રિગેડ સહિત વહીવટી તંત્ર ની બાજ નજર ડેપ્યુટી ઓફ પોલીસ માનસેતા પી આઈ જાડેજા પી એસ આઈ રાધનપુરા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ ની ઓન બોડી કેમેરા બાજ નજર બૉમ્બ સ્કોવડ ફ્રુડ સેપ્ટી તંત્ર સહિત વહીવટી તંત્ર ખડેપગે રહ્યું અક્ષર ગ્રુપ ના બેનમૂન આયોજન ની સર્વત્ર સરાહના ભવ્ય ધર્મ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી મહોત્સવ મા પધારેલ મહાનુભૂવો નું અક્ષર ગ્રુપ દ્વારા અનોખી સ્મૃતિચિન્હ અર્પી સન્માન કરાયું હતું સમગ્ર શહેર મા અભિભુત કરતી વ્યવસ્થા શક્તિ ની સુપેરે નોંધ લેવાય અક્ષર ગ્રુપ ની દુરંદેશી ની સર્વત્ર સરાહના સાથે અદમય ઉત્સાહ ભેર ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ સંપન્ન થયો હતો

Related Posts