ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 22 સપ્ટેમ્બર ના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સપ્ટેમ્બર – ૨૦૨૬નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૯/૨૦૨૬ ને
મંગળવારનાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,
(વિકાસ), ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૭/૦૯/૨૦૨૬
સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો
મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ
પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં
આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તેમ મામલતદાર શ્રી ઘોઘા
ની યાદીમાં જણાવાયું છે.

Related Posts