અમરેલી

નિષ્કલંક મહાદેવ મંદિરના મેળા દરમિયાન વાહન પાર્કિંગ વ્યવસ્થા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

ભાવનગર જિલ્લાના કોળીયાક ગામ નજીક દરિયા કિનારે આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે તા.
૧૧/૦૯/૨૦૨૬ના રોજ ભાદરવી અમાસ નિમિત્તે મેળો યોજાનાર છે.
આ મેળા દરમિયાન વાહનવ્યવહાર સુચારુ જળવાઈ રહે તે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી. ગોવાણીએ તેમને મળેલ સત્તાની રૂએ કોળીયાક ગામ નજીક દરિયા કિનારે આવેલ નિષ્કલંક
મહાદેવ મંદિર ખાતે યોજાનાર મેળા દરમિયાન અનુસૂચિમાં દર્શાવેલ રસ્તાઓ પર તા. ૧૦/૦૯/૨૦૨૬ના
રોજ ૧૭:૦૦ કલાકથી તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ ૨૪:૦૦ કલાક સુધી બે દિવસ માટે વિવિધ પ્રકારના
વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા નિર્ધારિત કરી આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તમામ પ્રકારના
વાહનોને લાગુ પડશે.
જાહેરનામાની અનુસૂચિ મુજબ (૧) ઘોઘા જકાતનાકાથી આડી સડક સુધીના માર્ગ ઉપર લક્ઝરી બસ તથા
ટ્રક માટે રસ્તાની એક તરફ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશરે ૧૦૦ વાહનો પાર્ક કરી
શકાશે.
(૨) આડી સડકથી સુરકા ગામ સુધીના માર્ગ ઉપર લક્ઝરી બસ તથા ટ્રક માટે રસ્તાની એક તરફ પાર્કિંગ
વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશરે ૧૦૦ વાહનો પાર્ક કરી શકાશે.
(૩) પીપળીયા પુલથી ઘોઘા તરફ જતા માર્ગ ઉપર આવેલ ખેતરની ખુલ્લી જગ્યામાં ફોરવ્હીલર, કાર,
રિક્ષા, ઈકો તથા નાના પીકઅપ વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશરે ૫૦૦ વાહનો
પાર્ક કરી શકાશે.

(૪) પીપળીયા પુલથી કોળીયાક તરફ જતા માર્ગ ઉપર મોટા વાહનો માટે રસ્તાની જમણી તરફ કાળુભાઈ
રાઘવભાઈ વળીયાના ખેતરમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
(૫) અલંગ તથા લાખણકા તરફથી આવતા ફોરવ્હીલર, રિક્ષા તથા નાના પીકઅપ વાહનો માટે હાથબ રાતા
નાળા પાસે આવેલ સ્પોર્ટ્સ એકેડમીના ખુલ્લા મેદાનમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
(૬) અલંગ, લાખણકા તથા મલેકવદર તરફથી કોળીયાક તરફ આવતા ટુ-વ્હીલર વાહનો માટે છોટાળા
હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
(૭) લાખણકા તથા અલંગ તરફથી આવતા ટુ-વ્હીલર, ફોરવ્હીલર, રિક્ષા તથા નાના પીકઅપ વાહનો માટે
હાથબ બંગલા પાસેની ખુલ્લી જગ્યામાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશરે ૧૦૦ ફોરવ્હીલર
તથા ૫૦૦ ટુ-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે.
(૮) એસ.ટી. બસો માટે હોઈદડના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ રોડ ઉપર પાર્કિંગ વ્યવસ્થા
કરવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષા
થશે.
આ જાહેરનામાનો અમલ કરાવવા તથા તેના ભંગ બદલ પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન
હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.
આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા તથા ફરજ પરના વાહનોને આ જાહેરનામામાંથી
મુક્તિ આપવામાં આવી છે.

Related Posts