ગુજરાતમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસ – M.S.P. યોજના હેઠળ ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી અને રાગીની ખરીદી સર્વેયિંગ-ગ્રેડીંગ એજન્સી ગ્રેડર મારફત કરવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ખરીદી પ્રક્રિયામાં વધુને વધુ પારદર્શકતા લાવવા માટે Upjao Agrotech Pvt. Ltd.- ગાંધીનગર દ્વારા ખરિફ માર્કેટિંગ સીઝનમ- KMS:2025-26 ડાંગરની ખરીદી અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહિસાગર, આણંદ, અમદાવાદ અને પંચમહાલ એમ 4 જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો ખાતે ડાંગર -PADDY Samples ચેક કરવા માટે 10 AI-Based Grain Analyzer મુકવામાં આવ્યા હતા તેમ,ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
ટેકનોલોજી અને વ્યવસ્થા:
આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં 2278, સંતરામપુરમાં 1246, આણંદના ખંભાતમાં 2663, બોરસદમાં 884, અમદાવાદના ધોળકામાં 1000, બાવળામાં 909, વિરમગામમાં 1078 તેમજ સાણંદમાં 1288 અને પંચમહાલ જિલ્લાના ગોધરામાં 986,શહેરામાં 1002 મળીને એકંદરે કુલ 13,334 નોંધણી થઈ છે.
આ પ્રક્રિયા હેઠળ 10 ખરીદ કેન્દ્ર પર AI Grain Analyzer દ્વારા કુલ 6,191 સેમ્પલ્સનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.જેમાં 3,379 (54.6%) Grade-A (GA), 2,812 (45.4%) Common (CM) મળ્યા અને 341 રિજેક્ટ થયા. જ્યારે ધોળકા ખાતે સૌથી વધુ 24% અને વિરમગામ ખાતે 0 % રિજેક્શન નોંધાયું હતું. આ AI મશીન દ્વારા Foreign Matter, Damaged/Discoloured Grains, Immature/Shrunken Grains, Admixture અને Moisture નું ચોક્કસ ચેકિંગ થાય છે, જેના માટે સતત વીજળી અને સેન્ટર દીઠ એક વ્યક્તિની જરૂર રહે છે. જ્યારે સામે પક્ષે નિગમની હાલની થર્ડ પાર્ટી પદ્ધતિમાં બે વ્યક્તિઓ વીજળી વગર પણ જરૂરી વૈજ્ઞાનિક સાધનો વડે સેમ્પલિંગ-ગ્રેડિંગ કરે છે.
ગુણવત્તા અને FSSAI કરતાં કડક ધારાધોરણો:
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વિવિધ જણસીઓ જેવી કે ઘઉં, ચોખા, ડાંગર, બાજરા, જુવાર, રાગી, તુવેરદાળ, ચણા, સિંગતેલ, ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને વ્હાઈટ સુગર (M-30) નું ખરીદ-વિતરણ થાય છે. ઘઉં-ચોખા FCI ના ધારાધોરણ મુજબ અને M.S.P. અનાજની કેન્દ્ર સરકારના Uniform Specification પ્રમાણે ખરીદી થાય છે.
તુવેરદાળ, ચણા, ખાદ્યતેલ, સુગર (IS Standards) અને ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટમાં FSSAI ના ધારાધોરણો કરતાં પણ વધુ કડક નિગમના પોતાના ધારાધોરણો રાખવામાં આવ્યા છે, જેથી ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય. તુવેરદાળ અને ચણાના સપ્લાય દરમિયાન ટ્રકને Single Used Wire Seal થી સીલ કરી ગોડાઉન મોકલાય છે અને ગોડાઉન મેનેજર દ્વારા સેમ્પલ લઈ વડી કચેરીની ક્વોલિટી કંટ્રોલ -QC શાખા મારફતે FRL ખાતે 100% ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવે છે. પૃથ્થકરણ માટે IS:4333 (P-I & P-II) 2018 અને IS:2813:2015 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
યોજનાના લાભાર્થીઓ માટે ફાયદા:
આ સમગ્ર AI આધારિત ટેકનોલોજી અને 100 ટકા ક્રોસ વેરિફિકેશન વાળી કડક સિસ્ટમથી સંલગ્ન યોજનાના લાભાર્થીઓ સુધી ભેળસેળરહિત, સ્વચ્છ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું અનાજ પહોંચે છે. ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાય છે અને જાહેર વિતરણ વ્યવસ્થા પર પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બને છે તેમ, નિગમ દ્વારા વધુમાં જણાવાયું છે.













Recent Comments