ભાવેણા ન્યૂઝ, બગદાણા: જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ, બગદાણા દ્વારા ગણપતિ ઉત્સવ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ ગણપતિ સ્થાપના કરવામાં આવશે.
ગણપતિ સ્થાપના પ્રસંગે ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવશે. સંકુલના વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને લઈને સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ધાર્મિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા તેમજ પાલીવાલ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ લાભશંકરભાઈ લાધવા વિશેષ ઉપસ્થિત રહી ગણપતિ બાપાના આશીર્વાદ મેળવશે.
આ પ્રસંગે જય ગણેશ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ લાધવા તથા ટ્રસ્ટી શ્રી વિષ્ણુભાઈ ભાલીયા સહિત ટ્રસ્ટના સભ્યો, શૈક્ષણિક સંકુલના આચાર્યશ્રી, નર્સિંગ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ગણપતિ ઉત્સવ દરમિયાન સંકુલ ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલ પરિવાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગણપતિ બાપાના આગમનને લઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

















Recent Comments