અમરેલી

ચૂંટણી પ્રચાર બાજુ પર મૂકી પત્રકાર બિપીનભાઈ પાંધી અંધાપા મુક્તિના મહાયજ્ઞમાં જોડાયા

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદની ચૂંટણી પ્રક્રિયા પૂરા જોશમાં ચાલી રહી હતી તેવી વેળાએ ખૂબ ટાંચા સાધનો અને કોઈ મોટા રાજકીય પીઠબળ વગર, શ્રી લલ્લુભાઈ શેઠની પવિત્ર વિચારધારા અને સભાસદોના હિતોના રક્ષણ માટે જાણીતા અગ્રણી પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી (પાંધીસર) સંપૂર્ણ તટસ્થતાથી નાગરિક સહકારી બેંકની ડિરેક્ટર તરીકેની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતાં . તેઓ દુકાને દુકાને જઈ આશરે અઢી હજારથી વધુ સભાસદોનો રૂબરૂ સંપર્ક કરી તેમની વ્યથાઓ જાણેલ.

​આવા અત્યંત વ્યસ્ત અને નિર્ણાયક ચૂંટણી પ્રચાર દરમિયાન, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતેથી એક ખાસ સંદેશ મળ્યો હતો. દેશના સુવિખ્યાત નેત્ર ચિકિત્સક ડો. કુલીનભાઈ કોઠારી તથા ‘વિઝન ફાઉન્ડેશન’ના પ્રતિનિધિઓ સાવરકુંડલા તાલુકા માટે એક વિશેષ સામાજિક અભિયાન અન્વયે ઉપસ્થિત રહ્યા હતા.

​શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે “સાવરકુંડલા તાલુકાને અંધાપા મુક્ત કરવાના” પાવન મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. જે વિચારધારાને જીવંત રાખવા પોતે ચૂંટણી લડી રહ્યા છે, તે જ શેઠબાપાના આદર્શોને ચરિતાર્થ કરતા આ ધામમાંથી આમંત્રણ મળતા જ બિપીનભાઈ પાંધીએ પોતાની ચૂંટણીનો કિંમતી પ્રચાર ક્ષણભર માટે કંઈપણ વિચાર કર્યા વગર  સ્થગિત કરી હોસ્પિટલે પહોંચી ગયા હતા.

​તેમણે તબીબી ટીમ અને આયોજકો સાથે ગહન સંવાદ સાધીને આ પાવન કાર્યને જન-જન સુધી પહોંચાડવા માટે એક જાગરૂક પત્રકાર તરીકે સ્થળ પર જ વિગતો મેળવી હતી. અખબારી અહેવાલ તથા ડિજિટલ ટેકનોલોજી નેટવર્ક દ્વારા સમગ્ર તાલુકામાં આ સેવાકીય માહિતી પહોંચાડવાની પોતાની સામાજિક ફરજ અદા કરી હતી.

​ચૂંટણીકીય ધમાલ અને હાર-જીતના સમીકરણો વચ્ચે પણ રાજકારણ કરતાં સમાજસેવાને અગ્રતા આપવાનું બિપીનભાઈ પાંધીનું આ કદમ સાવરકુંડલાના નગરજનોમાં ભારે પ્રશંસા પામી રહ્યું છે.

Related Posts