ભાવનગર

પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ના આયોજન અંગે બેઠક યોજાઈ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા અને સમર્પણની ગૌરવપૂર્ણ યાત્રાને
જનભાગીદારી સાથે ઉજવવાના ઉદ્દેશથી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન
રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં
યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ અંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી
અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ
ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં યોજાનાર ‘આશીર્વાદનો દીવો’, ‘મારા સપનાનું ભારત-
ચિત્ર સેવા’, ‘નમો સેવા-અનકહી કહાનીઓ’, ‘આંગણ મિલન સેવા’, ‘સેવાની કહાની’, ‘સેવા ફર્સ્ટ ઈનોવેશન
ચેલેન્જ’, ‘સુશાસન સેવા સંવાદ’, ‘વિકસિત ભારતનો સંકલ્પ’, ‘સેવા જ્યોતિ કળશ યાત્રા-વિકસિત ભારતનો
સંકલ્પ’, ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’, ‘સેવા મારું યોગદાન’ અને ‘સેવા સેતુ અભિયાન’ સહિતના કાર્યક્રમોની
રૂપરેખા અને આયોજન અંગે મંત્રીશ્રીઓએ વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા
હતા.
આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, આગેવાન શ્રી કુમાર શાહ તથા
શ્રી દિગ્વિજયસિંહ ગોહિલે અભિયાનને વધુ વ્યાપક અને જનભાગીદારીસભર બનાવવા માટે રચનાત્મક
સૂચનો રજૂ કર્યા હતા.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ અને મહાનગરપાલિકા કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર
મીનાએ ભાવનગર શહેર અને જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન, અમલીકરણ અને
તૈયારીઓ અંગેની વિગતો રજૂ કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી સહિત સંબંધિત
અમલીકરણ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts