સમાજમાં દિકરીઓની ઘટતી સંખ્યાની બાબતને ધ્યાને લઈ ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી. ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-
કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલાં તમામ ક્લિનિક ઉપર સીસીટીવી
કેમેરા લગાવવા તથા તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો અમલ જિલ્લા
એપ્રોપ્રિએટ ઓથોરિટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત,
ભાવનગર દ્વારા કરાવવાનો રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
તેમજ જાહેરનામાના ભંગ બદલ કાયદેસર ફરિયાદ કરવા માટે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી (પીસી એન્ડ
પીએનડીટી ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગરને અધિકૃત કરવામાં
આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી અંતર્ગત નોંધાયેલ તમામ ક્લિનિકોમાં CCTV લગાવવાનો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ














Recent Comments