અમરેલી

જન સેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત વડાપ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના એતિહાસિક કાર્યકાળ અને જન્મદિન નિમિતે સાવરકુંડલા લીલીયા વિધાનસભા માં ત્રિવિવિધ કાર્યક્રમો યોજાશે

સાવરકુંડલા: જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન તથા જાહેર
જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય,
સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિવિધ કાર્યક્રમોમાં સાવરકુંડલા-
લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ, ‘ભક્તિની અમૃતધારા’
અંતર્ગત માતાઓનું સન્માન અને ‘આશીર્વાદનો દીવડો’ મુખ્ય આકર્ષણ રહેશે. સેવાભાવ, સંસ્કાર,
સંસ્કૃતિ અને સુશાસનના સંદેશ સાથે યોજાનારા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તેવી
તૈયારીઓ કરવામાં આવી છે.
સાવરકુંડલા સ્થિત કે.કે. હોસ્પિટલ ખાતે સવારે ૧૦ કલાકે રક્તદાન કેમ્પથી થશે. માનવસેવાના ભાવ
સાથે યોજાનારા આ રક્તદાન કેમ્પમાં સેવાભાવી નાગરિકો, યુવાનો, કાર્યકરો તથા વિવિધ ક્ષેત્રના લોકો
સ્વૈચ્છિક રીતે રક્તદાન કરશે.રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી યોજાનારા
આ સેવાકીય કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને રક્તદાન કરીને માનવસેવામાં પોતાનું યોગદાન
આપે તે માટે અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે પુંજાપાદર ગામે રામાણી વાડી ખાતે બપોરે ૪ કલાકે ‘ભક્તિની અમૃતધારા’ કાર્યક્રમ યોજાશે.
ભજન-કીર્તનના પાવન સુર સાથે યોજાનાર આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિની ઝલક
જોવા મળશે.
સનાતન કલા, સંસ્કૃતિ અને સંસ્કારોની પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર
માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. પરિવાર અને સમાજમાં માતાઓના યોગદાનને બિરદાવવા
તેમજ ભારતીય સંસ્કાર અને પરંપરાના જતનનો સંદેશ આપવા માટે આ સન્માન સમારોહનું આયોજન
કરવામાં આવ્યું છે.
ભજન-કીર્તનના પાવન વાતાવરણમાં માતાઓનું સન્માન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં
આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિત આગેવાનો, કાર્યકરો અને મોટી
સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહેવાની છે.
કાર્યક્રમમાં અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડીલો અને
માતાઓના આશીર્વાદને મહત્વ આપતા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સાથે શુભેચ્છા અને આશીર્વાદની
ભાવના વ્યક્ત કરવામાં આવશે.
આ સાથે ‘સુશાસનના દિવસે સુશાસનના ૨૫ વર્ષ’ વિષયને કેન્દ્રમાં રાખીને સુશાસન તથા જાહેર જીવન
સાથે સંકળાયેલા વિવિધ પાસાઓને પણ ઉજાગર કરવામાં આવશે.
સાવરકુંડલા વિધાનસભાના ૧૧૭ ગામો ઉપરાંત રાત્રે ૭ કલાકે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે
‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને આગેવાનો
ઉપસ્થિત રહી સહભાગી બનશે.
દીપ પ્રાગટ્ય, વડીલોના આશીર્વાદ અને સામાજિક એકતાના ભાવ સાથે યોજાનાર આ કાર્યક્રમ
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આયોજિત કાર્યક્રમોની શ્રેણીનો મહત્વપૂર્ણ ભાગ બનશે.
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં યોજાનારા આ ત્રિવિધ કાર્યક્રમોમાં રક્તદાન દ્વારા
માનવસેવા, માતાઓના સન્માન દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિનું જતન તથા ‘આશીર્વાદનો દીવડો’ દ્વારા
વડીલોના આશીર્વાદ સાથે જોડાવાનો ભાવ પ્રગટ કરવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમો દ્વારા જનસેવા, રાષ્ટ્રસેવા,
ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સુશાસનના વિવિધ આયામોને એકસાથે ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં
આવશે.

આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે આયોજકો અને કાર્યકરો દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી
છે.સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વડીલો અને સેવાભાવી કાર્યકરોને
વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાઈ તેને સફળ બનાવવા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની
ઉપસ્થિતિમાં અપીલ કરવામાં આવી છે.

Related Posts