જાફરાબાદ, તા. 16 સપ્ટેમ્બર, 2026: આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ–2026 નિમિત્તે ‘સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર 5.0’ અભિયાન અંતર્ગત જાફરાબાદના શંખેશ્વર બીચ ખાતે બીચ ક્લીનલિનેસ ડ્રાઇવ યોજાઈ હતી. NIOT, NEED MISSION, વિજ્ઞાન ભારતી–વિજ્ઞાન ગુર્જરી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તથા ‘ક્લીન કોસ્ટ–સેફ સી’ સહિતની સંસ્થાઓના સહયોગથી યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠાની સ્વચ્છતા, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો હતો.
આ પ્રસંગે કમાણી સાયન્સ એન્ડ પ્રતાપ રાય આર્ટ્સ કોલેજ, અમરેલીના પ્રોફેસર તથા જિલ્લા સંયોજક, વિજ્ઞાન ગુર્જરી, અમરેલી અને ગીર સોમનાથ **ડૉ. યતિન જે. તેરૈયાએ “મારો દરિયો, મારી જવાબદારી”**નો સંદેશ આપતાં દરિયાઈ પર્યાવરણની જાળવણીમાં દરેક નાગરિકની સહિયારી જવાબદારી પર ભાર મૂક્યો હતો.
જાફરાબાદ મોડેલ સ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શંખેશ્વર બીચ પર સફાઈ કામગીરી કરી હતી. કાર્યક્રમ દરમિયાન રેલી તથા વિવિધ પોસ્ટરો દ્વારા સ્વચ્છ દરિયાકાંઠો, પ્લાસ્ટિકમુક્ત દરિયો અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્વચ્છ દરિયો જાળવવાનો સંકલ્પ લીધો હતો અને અંતે “વંદે માતરમ”ના સામૂહિક ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શ્રી ચેતનભાઈ શિયાળ, મહામંત્રી, અમરેલી જિલ્લા તથા ચેરમેન, APMC જાફરાબાદ અને ટીંબી, તેમજ શ્રી મનુભાઈ વાઘેલા, સહકાર્યવાહ, જાફરાબાદ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું.
વિજ્ઞાન ગુર્જરીની ટીમ, NEED MISSIONના રાષ્ટ્રીય સચિવ શ્રી જીગ્નેશભાઈ બોરીસાગર તથા વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ શ્રી ચૈતન્યભાઈ જોશીના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ડૉ. આસ્તિકભાઈ ધાંધિયા, સચિવ, વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંત સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા, બીચ ક્લીનલિનેસ ડ્રાઇવમાં સક્રિય રીતે જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વિજ્ઞાન ગુર્જરી અમરેલીની ટીમે ડૉ. અરુણ ચંદ્રન આર., તથા શ્રી પંકજભાઈ મહેતા સહિતના કાર્યકરોના સહયોગથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા “Clean Coast • Safe Sea” તથા **“મારો દરિયો, મારી જવાબદારી”**નો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને સ્વચ્છ દરિયાકાંઠો, સુરક્ષિત દરિયો તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સામૂહિક સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.














Recent Comments