ડો.જીવરાજ મહેતાની પ્રતિમાને ફુલહાર કરી આતશબાજી સાથે સૌએ મો-મીઠા કર્યા
અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અમરેલી જીલ્લા ખરીદ વેંચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
પનામા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રિય કો.-ઓપરેટીવ એલાઈન્સ (ICA) ના ગ્લોબલ બોર્ડ ઓફ ડીરેકટરની ચૂંટણીમા ગુજકોમાસોલ-ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી પ્રચંડ બહુમત સાથે ચૂંટાઈ આવતા આજરોજ અમરેલી ખાતે ડો. જીવરાજ મહેતા ની પ્રતિમાને આગેવાનો દ્રારા ફુલહાર કરીને ડો.જીવરાજ મહેતા ચોક ખાતે ભવ્ય આતશબાજી સાથે મો-મીઠા કરીને વિજયોત્સવ મનાવવામા આવેલ હતો.
આ કાર્યક્રમમા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અમરેલી જીલ્લા ખરીદ વેંચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, દિપકભાઈ માલાણી, મયુરભાઈ માંજરીયા, ડો.આર.એસ.પટેલ, બી.એસ.કોઠીયા, કાંતિભાઈ વઘાસીયા, ધાર્મિકભાઈ રામાણી, પ્રવિણભાઈ માંગરોળીયા, દેવચંદભાઈ માંગરોળીયા, તુષારભાઈ જોષી, હસમુખભાઈ દુધાત, જીજ્ઞેશભાઈ રામાણી, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, રામભાઈ સાનેપરા, રામજીભાઈ કાપડીયા, રેખાબેન માવદીયા, અલ્કાબેન દેસાઈ, રેખાબેન કાકડીયા, રંજનબેન ડાભી, જસુબેન સાકળીયા, ચંદુભાઈ રામાણી, કાળુભાઈ પાનસુરીયા, મધુભાઈ ચાવડા, નિલેષભાઈ ધાધલ, વિજયભાઈ ડાંગર, ભાર્ગવભાઈ ત્રિવેદી, કાળુભાઈ રામાણી સહિત મોટી સંખ્યામા સહકારી-રાજકીય-સામાજીક અગ્રણીઓ વિજયોત્સવમા ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.














Recent Comments