ભાવનગર નાનકડા ભૂલકા ઓને સજ્જ કરવાં ભાવનગરમાં બાળશિક્ષક સજ્જતા શિબિર યોજાઈ ગઈ. શિશુવિહાર સંસ્થામાં બે દિવસીય શિબિરમાં ૫૪ શિક્ષકો જોડાયાં હતાં.
શાળામાં બાળકોને પાઠ્યક્રમ ઉપરાંત સર્વાંગી કૌશલ્ય વિકસાવવા શિક્ષક સજ્જ હોય તો પરિણામ મળે તે હેતુથી ગુજરાત રાજ્ય નૂતન બાળ શિક્ષણ સંઘ પ્રેરિત અને સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, ભાવનગરનાં આયોજન સાથે નૂતન બાળ શિક્ષણ સંઘ, ભાવનગર સંચાલિત શિબિરમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન મળ્યું.
સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં નાનકડા ભૂલકાઓને સજ્જ કરવાં ભાવનગરમાં બાળ શિક્ષક સજ્જતા શિબિર યોજાઈ ગઈ. શનિવાર તા.૧૨ તથા . રવિવાર. તા.૧૩ દરમિયાન બે દિવસીય શિબિરમાં ભાવનગરનાં બાલમંદિર, ધોરણ ૧ તથા ૨ના ૫૪ શિક્ષકો જોડાયાં હતાં.
આ પ્રારંભે શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ શ્રી જીવરાજભાઈ મૈયાણી, શ્રી વિરેન્દ્રભાઈ ભટ્ટ, શ્રી દિનુભાઈ વ્યાસ અને શ્રી ચિંતનભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન મળ્યું. શ્રી જીગ્નેશભાઈ ગાબાણી, શ્રી સરિતાબેન મલિક, શ્રી વિદ્યાબેન , શ્રી હેમાલીબેન રાઠોડ, શ્રી દિપ્તીબેન ભટ્ટ, શ્રી અમીબેન ડોડિયા તથા શ્રી કિરણબેન પટેલ ઉપસ્થિત રહ્યાં.
દક્ષિણામૂર્તિ બાલમંદિરના શ્રી દીપાબેન …. , શ્રી બિંદુબેન રાઠોડ, શ્રી નલિનીબેન …., શ્રી ચેતનાબેન અંધારીયા વગેરે દ્વારા પ્રાર્થના, ગીતગાન, અભિનય અને રમત અંગે માર્ગદર્શન તાલીમ આપેલ.
આ શિબિરમાં શ્રી અજયભાઈ ભટ્ટ અને શ્રી સોનલબેન ચાવડા દ્વારા બાળરમતોનું નિદર્શન થયું. શ્રી અમીબેન…. તથા શ્રી પ્રીતિબેન ભટ્ટદ્વારા સર્જનાત્મક પ્રવૃતિઓ પ્રસ્તુત થઈ.
શિબિર સમાપન પ્રસંગે શ્રી મેહુલભાઈ શાહ અને શ્રી ભાવિનભાઈ શાહ દ્વારા તજજ્ઞોને પુરસ્કૃત કરવામાં આવ્યાં.
આ કાર્યક્રમમાં શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવી. સંકલનમાં આયોજક સંસ્થાઓના કાર્યકર્તાઓ શ્રી વિરેન્દ્રભાઈ ભટ્ટ અને શ્રી નેહાલીબેન ભટ્ટ રહ્યાં હતાં.


















Recent Comments