ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા થી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષના ઉપલક્ષમાં વડનગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી થઈને પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.

શ્રી અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી પછી અત્યાર સુધી કોઈપણ રાજનેતાએ સતત ૨૫ વર્ષ સુધી રાજ્ય અને દેશના વડા તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. પ્રધાનમંત્રીશ્રીએ એક પણ દિવસની રજા લીધા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૫ વર્ષના જાહેર જીવનમાં તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. વિરોધ પક્ષો પણ તેમના પર વ્યક્તિગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકતા નથી. પ્રધાનમંત્રીશ્રીએ ૧૪૦ કરોડ ભારતીયોને જ પોતાનો પરિવાર માન્યો છે અને ‘ભારત પ્રથમ’ના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે.

દેશના વિકાસના ચિત્રને રજૂ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના કાર્યકાળને ગરીબ કલ્યાણના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવશે. ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય આ શાસનમાં થયું છે. ૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ, આવાસ, શૌચાલય, વીજળી, ગેસ સિલિન્ડર અને ૫ લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડીને છેવાડાના માનવીનું જીવન સ્તર સુધારવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતને ‘ફ્રેઝાઈલ ફાઈવ’માંથી બહાર કાઢીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનું શ્રેય શ્રી નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને જાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળાને યાદ કરતા શ્રી અમિત શાહે જણાવ્યું કે ૨૪ કલાક વીજળી, જ્યોતિગ્રામ યોજના, વનબંધુ અને સાગરખેડૂ કલ્યાણ યોજના જેવા મોડેલ્સ દ્વારા ગુજરાતનો સર્વસ્પર્શી વિકાસ થયો હતો. આજે એ જ ગુજરાત મોડેલ દેશના વિકાસનો આધાર બન્યું છે.

તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદી, ટ્રિપલ તલાકની સમાપ્તિ, સર્જિકલ સ્ટ્રાઈક અને ડિજિટલ ઈન્ડિયા જેવા સાહસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ લેવાયો છે, તેને પૂર્ણ કરવા માટે આ સેવા સંકલ્પ અભિયાન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે તેમની જન્મભૂમિથી શરૂ થઈ રહેલી બાઈક યાત્રાને રાષ્ટ્ર સેવાની સંકલ્પ યાત્રા ગણાવી હતી.

તેમણે કહ્યું કે, વડનગરની ભૂમિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશપ્રેમ, સેવા-સાદગી અને સમાજ માટે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સમર્પિત થવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીએ આ જ સમર્પણ ભાવથી સતત અને અવિરત જનસેવાથી દેશમાં મોટું પરિવર્તન લાવી દીધું છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, એક સમયે નગણ્ય ગણાતું ભારત આજે તકોનો દેશ બન્યું છે. જે દેશના યુવાઓ રોજગાર માટે બહારની દુનિયા તરફ જોતા એ દેશ આજે મોટો ટેલેન્ટ પૂલ બન્યો છે. ટેક્નોલોજીના ઉપયોગમાં પાછળ રહેવાનું ભારતનું મેણું ભાંગીને આજે ડિજિટલ પેમેન્ટથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધી ભારત નો ડંકો વાગે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પરિવર્તન અને અપ્રતિમ વિકાસના મૂળમાં વડાપ્રધાનશ્રીની 25 વર્ષની જનસેવા સાધના અને સમર્પણ રહ્યા છે તેની સરાહના કરી હતી. તેમણે કહ્યુ કે, કરોડો લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાન સેવક તરીકે દેશને વિશ્વ ગૌરવ અપાવ્યું છે.

એટલુ જ નહિ, 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. 4 કરોડ લોકોને પાકા આવાસ મળ્યા છે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્રથી વિકાસનું જન આંદોલન ચાલ્યું છે.

વડાપ્રધાનશ્રીની આ સેવા સાધના અને નેશન ફર્સ્ટનો ભાવ જન જન સુધી પહોંચાડવામાં વડનગરથી વારાણસીની બાઈક યાત્રા મહત્વનું માધ્યમ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, આત્મનિર્ભરતાના મંત્ર સાથે 7.8 ટકાના વિકાસ દરથી દેશને વધુ તેજ ગતિ મળી છે. વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાંથી નક્સલવાદનો સફાયો થયો છે. તાજેતરમાં ભારતમાં પૂર્ણ થયેલી બ્રિક્સ સમિટની સફળતાથી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વમિત્ર તરીકે ઉભરી આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના સંકલ્પમાં સૌને જોડવાનું આહવાન કરતાં બાઈકર્સને સફળ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છે. તેમણે કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ અને ડિજિટલ ઈન્ડિયા જેવા ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી વડાપ્રધાનના મક્કમ નેતૃત્વને બિરદાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી સુશ્રી અનુપ્રિયા પટેલે પણ વડાપ્રધાનશ્રીની ‘લાસ્ટ માઈલ ડિલિવરી’ની નીતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે, જે વડાપ્રધાનશ્રીની દૂરદર્શી નીતિઓનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શર્મિષ્ઠા ઘાટ પરથી કળશમાં જળ ગ્રહણ કર્યું હતું, જે વડનગરથી વારાણસી જનાર બાઈકર્સ દ્વારા કાશી વિશ્વનાથના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. જે આ બે ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરો વચ્ચેના અતૂટ સંબંધને પ્રદર્શિત કરશે. મહાઆરતી બાદ મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવથી સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી.

આ પવિત્ર પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ ઐતિહાસિક તીર્થધામ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી દેશ અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર હાટકેશ્વર મંદિર ખાતેથી અનંત અનાદિ વડનગરથી આધ્યાત્મિક નગરી વારાણસી સુધીની બાઈક યાત્રાને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

યુવાનો શર્મિષ્ઠા તળાવના આ પવિત્ર જળ લઈ વડનગરથી યાત્રા યોજી કાશી વિશ્વનાથ મહાદેવને જલાભિષેક કરશે, જે બે ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરો વચ્ચેના અતૂટ સંબંધને પ્રદર્શિત કરે છે.
વડનગરથી વારાણસી માટે ૨૫૦ જેટલા બાઇકર્સની આ રેલી નક્કી કરાયેલા  રૂટ પર વિવિધ સ્થળોએ રોકાણ કરીને વડાપ્રધાનશ્રીના સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંદેશ સાથે જનજાગૃતિનો પ્રસાર કરશે.  

ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વડનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી નાગરિકોને પોતાના પરિસરને સ્વચ્છ રાખવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો તેમજ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ અંતર્ગત સ્ટેશન પરિસરમાં ભાવપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અગ્રણી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સંતો-

Related Posts