ભાવનગર

તળાજાના ભદ્રાવળ આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓને પોષણ અંગે માર્ગદર્શન અપાયું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત
કિશોરીઓને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે
કિશોરીઓના BMIની ચકાસણી કરવામાં આવી હતી. AMCના સભ્યોની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રોની
મુલાકાત લઈ પીવાના પાણીની સ્વચ્છતા, HCM નાસ્તાની ગુણવત્તા તેમજ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધ
સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.

Related Posts