હંમેશા બાળકોમાં સારા સંસ્કારો અને સુટેવો વિકસે તેમજ ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાય એવા ઉદેશ્ય સાથે નીલકંઠ ગુરુકુલમ્ – તળાજામાં ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે વાજતે – ગાજતે, આનંદ અને ઉત્સાહથી ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દરરોજ મંગળઆરતી અને પ્રસાદ ધરીને વિદ્યાર્થીને વહેંચવામાં આવ્યો હતો.આજે અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો.આ અન્નકૂટ મહાભોગ – મહાઆરતીમાં મધુભાઈ ભાદરકા, ભીમજીભાઈ પંડ્યા, માનભાઈ ચારડિયા, યુવરાજસિંહ વણાર, કમલેશભાઈ ચૌહાણ અને ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, વિપુલસિંહ પરમાર, યશપાલસિંહ વણાર તેમજ સમગ્ર સ્ટાફગણે ગણપતિ બાપાની આરતી ઉતારી હતી અને અન્નકૂટ મહાભોગના દર્શન કર્યા હતા.નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા આ અન્નકૂટ મહાભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ અન્નકૂટ મહાભોગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે ગણપતિ વંદના સાથે અન્નકૂટ મહાભોગ ધરવામાં આવ્યો















Recent Comments