અમરેલી

અગસ્ત ઋષિના અનુષ્ઠાનથી સ્વયંભું પ્રાગટ્ય પ્રસિદ્ધિ છે પુરાણો મા દામનગર શ્રી કુંભનાથ મહાદેવ કુંભારાણાએ બંધાવેલ દેવળ પૃથ્વી ઉપર કુદરત ની અનુપમ ભેટ

રચના ન શોભે તે તણી કહુ છું  હાવે બીના કેવી બની  કહેતા સઘળુ  નાવે પાર, માટે લખ્યો ટુંકો સાર, હાથી જેવા મુખવાળા, ગણપતિ  પવનપુત્ર હનુમાનજી એટલે પાર્વતીજી  શુધ્ધ કાચબા અને નંદી ગણથી યુકિત અગસ્ત ઋષિ વિગેરેના સમુદાયથી સેવાયેલ એવા કલશ નાથ શ્રી કુંભનાથ ને કોટી કોટી નમન.

દામનગર શહેરથી દક્ષિણે અગસ્ત ઋષિના અનુષ્ઠાનથી પ્રાગ્ટય કુંભનાથ સ્થાપત્ય યુગ ત્રેતા માં કુંભ જનમ્યા ઋષિ થકી વિસ્તર્યુ. ત્યારથી જ રહીને કૈક વર્ષો ગયા ચાલી પછી ઋષિ વસ્તી ત્યા થવા લાગી ધીમે વસ્યો મનુષ્ય નેસ તહી ધારેશ્વરી  કરી ગ્રામ દેવીની પ્રતિષ્ઠા આપતિ અને અતિવૃષ્ટિ થી નેસ થયો નાબુદ. તહી લક્ષ્મણાનંદ નામે આવ્યા યાત્રાટન પુંજન કરીને ભકિતભાવે દેરૂ નિર્માવવા કર્યો અનુષ્ઠાન તહી મીરા પરણ્યો મેવાડ દ્વારકા  જતા રસ્તે લક્ષ્મણાનંદજીએ રોકયો, રાણોજી રજીયો અને શ્રી  કુંભનાથ નું ભવ્ય દેવળ બંધાવ્યુ. અવધુતને કુંભો રાણો વળી લઈ કીર્તી લખલુટ, પંથે પોતાને પાળ્યા, નજીકમાં બંધાયો સભાડ નેસ 

સૌપ્રથમ શ્રી  કુંભનાથ દેવાલય મેવાડપતિએ બંધાવ્યુ. અને બાજુમાં સભાડ નામનો નેસ કઈંક વર્ષો પછી વડોદરા રાજ્ય નાં શ્રીમંત સરકાર મહારાજ નાં કુંવર  લાઠી ઠાકુરની કન્યા ને દામોજી ગાયકવાડ પરણ્યા તેથી 1730 નેસ સહિત ૧૮ ગામ પહેરામણીમાં અપાયા.નેસ નાબૂદ કરી વસાવ્યું દામનગર સવંત ૧૮૫૬ વાવાઝોડા માં મુશળધાર વરસાદ અને દેવાલય પર વીજળી પડતા મુળ દેવાલય નાશ પામેલ. દેવાલય નો પુનઃ જીર્ણોધ્ધાર સવંત ૧૮૫૬માં ત્યારે વ્હારે આવ્યો વીર વડોદરા નો રાજીપો થતા દુષ્કાળના

શ્રી કુંભનાથ મહાદેવ (દામનગર) વિશાળ સરોવર ગળાવ્યું રિલીફ કાર્ય થી રોજગારી નું સર્જન થયું અને દુષ્કાળ ઉતરાયો પાર 

વર્ષમાં રાહત કાર્ય શરૂ થતા એક સુંદર સરોવર અને નયન રમ્ય સુંદર સરોવરના કાંઠે દેવાલયનું નિર્માણ થયુ. પાંડુર્શગાખ્ય પુરી પાંડરી નાગ તે હાલનું પાડરશીંગા સ્વ. આપા શુરા ગોલાણ તેમને

સાક્ષાત સિંહ રૂપે દર્શન આપી વરદાન આપી ચપટી જુવાર કોઠીમાં નાખી હોણથી કાઢી નિર્વાહ  ચલાવવા જણાવેલ. તેથી યુગો પયંત અન્નભંડાર અવિરત ચાલ્યા કરે. માગી લે માગી લે શુરા આવો લાગ નહી મળે, ધર્મ  ને આજે પરીપુર્ણ ફળે ભકત તુ જેહનો કાવે, ભોળો શંભુ તેજ હું કુંભનો નાથ, હું તારી ભકિતથી પ્રસન્ન છુ. તેવી રીતે વરદાન આપી તે પાડરશીગાના શુરા ભગતનું દેવળ પાડરશીંગામાં હાલ દર્શનીય છે. શુરા ભગતને નાગરૂપે અને સિંહરૂપે સાક્ષાત પરચો આપી વરદાનો આપ્યા. અને દામનગરના મોઢ ચાર્તુવિધ બ્રામ્હણો સદગત દિક્ષિત નરોતમભાઈ માધવજીભાઈના પરિવારને સરકારશ્રી તરફથી શિવજીની સેવા અર્થે વર્ષાસન ચુકવાતુ.શ્રી  કુંભનાથ દામનગર શહેરથી દક્ષિણે ભવ્ય નયનરમ્ય મંદિર તેના સૌંદર્યમાં ગાયકવાડે ગળાવેલ તળાવ દક્ષિણ દિશાએ કુદરતી વન સંપતિ, ટેકરા શિવ મંદિરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. પક્ષીઓનો કલરવ અને કુદરતનું અપાર ઐશ્ચર્ય ધરાવતુ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર  વાર તહેવારે મેળા ઓમાં માનવ મહેરામણ ઉમટી પડે, કુદરતી વરસાદથી સરોવર ભરાય તેમા નૌકા વિહાર પણ થાય છે. પૃથ્વી પરના સ્વર્ગ સમુ શિવાલય વૈદક મંત્રોચ્ચાર અને અનુષ્ઠાનથી અનન્ય અલૌકિક અનુભૂતિ કરાવતુ આ શિવાલય અંતરાત્માની શીતળતા અને માનસિક મોહક પ્રર્કતિની અનેક સંપદાઓ ધરાવે છે. નૃત્ય કરતી અપ્સરાનું ઐશ્ચર્ય સમુ પક્ષીઓનો કલરવ, બાગ-બગીચાની પરફયુમ જકડી રાખે તેવી જગ્યા શ્રી  કુંભનાથ મહાદેવ ખરેખર અનેક દ્રવ્યોના કુંભનું પ્રતિક શ્રી કુંભનાથ મહાદેવ કુદરતની પૃથ્વી પરની અમુલ્ય ભેટ આ રમણીય સ્થળ અને કુદરતી કૃતિઓથી શોભે છે. શિખર પરની ધજા આકાશમાં ફફડાટ કરે છે. અને વિશાળ ઘંટનાદ અંતરાત્માને ઢંઢોળે, કિર્તીસ્થંભ સાથે વારેવારે અફળાવાથી કર્ણપ્રિય મધુ અવાજ દિવ્યતા આપે છે. શિખઃ પરના સોનેરી કિરણો પડવાથ પશ્ચિમમાં ભાણ ઉગ્યાની પ્રતિિ કરાવે છે 

કુદરતની અનુપમ શોભા પ્રસિધ્ધ છે પુરાણમાં, અનાદિકાળ થી ઠરી કરે છ કિર્તી ગાન જેનુ મુકત કંઠ કિનરી અનેક રત્ન જન્મદાતા અનેધા સુકપ્રદા શ્રી કુંભનાથ મનોહરા મહાદેવને કોટી કોટી વંદન.

Related Posts