*ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓએ દ્વારા સમગ્ર રેન્જમાં તથા *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં વાહન અકસ્માતના ગંભીર બનાવો બનતા અટકે તે માટે વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા ડીવીઝનના *નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ* નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અનુસંધાને *રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ* ની સુચના હેઠળ સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૬/૦૯/૨૦૨૬ ના મોડી રાત્રીના રાજુલા બસ સ્ટેશનની સામેથી રોડ ઉપર એક ઇનોવા ફોરવ્હિલનો ચાલક ઇનોવા ફોરવ્હિલ પુર પાટ ઝડપે ચલાવી નીકળેલ અને બસ સ્ટેશન પાસે એક મોટર સાયકલને અડફેટે લીધેલ હોવાની હકિકત મળેલ તેમજ આ અંગે સોશ્યલ મીડીયામાં ન્યુઝ પણ વાયરલ થયેલ જેથી તુર્ત જ રાજુલા પોલીસ ટીમે તથા ૧૧૨ ની ટીમે આ ઇનોવા ફોરવીલનો આશરે ચાલીસ કી.મી જેટલો પીછો કરી, ઇનોવાઆર.ટી.ઓ.નંબર-GJ-14-AT-0252 ને પકડી પાડી તેના ચાલક વિરૂધ્ધમાં બી.એન.એસની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત-*
(૧) પ્રદીપ મંગળુભાઇ ધાખડા ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગકામ રહે.રાજુલા, દુર્લભનગર તા.રાજુલા જી.અમરેલી
*કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-*
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.


















Recent Comments