સાવરકુંડલાની નાગનાથ સોસાયટીમાં આજે એક અનોખી અને રમુજી ઘટના સામે આવી હતી, જ્યાં એક વાનરનું આગમન થતાં જ સ્થાનિકોમાં કૌતુક સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક મકાનની અગાસી પર પહોંચેલા આ કપિરાજના હાથમાં અચાનક એક અરીસો (દર્પણ) આવી ગયો હતો.
કપિરાજે હાથમાં અરીસો પકડીને પોતાનું પ્રતિબિંબ જોવાનું શરૂ કર્યું હતું. અરીસામાં પોતાની છબી જોઈને વાનર એટલા ગેલમાં આવી ગયા હતા કે ત્યાં ઉપસ્થિત લોકો પણ આ દ્રશ્ય જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એક તરફ વાનરની સહજ ચંચળતા અને બીજી તરફ હાથમાં દર્પણ—આ દ્રશ્ય જોઈને લોકોને હિન્દી ફિલ્મ ‘અપના દેશ’નું પ્રખ્યાત ગીત “મુખડા ન દેખો દર્પન મેં, ઝાંકો જરા અપને મનમેં” યાદ આવી ગયું હતું.
આ અનોખી રમત જોવામાં સોસાયટીના રહીશો પણ અગાસીઓ અને બારીઓમાંથી એકઠા થઈ ગયા હતા. અરીસામાં જોઈને કપિરાજે કરેલી વિવિધ ચેષ્ટાઓ લોકો માટે આજનો મુખ્ય આકર્ષણનો વિષય અને મનોરંજનનું કેન્દ્ર બની રહી હતી. અંતમાં અરિસો ત્યાં અગાસી પર જ મૂકી કપિરાજ ચાલ્યા બીજા ઘરની અગાસી પર


















Recent Comments