અમરેલી

સાવરકુંડલા નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓનું આર્થિક શોષણ: લઘુત્તમ વેતન ચૂકવવા પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાની શ્રમ આયુક્ત સમક્ષ માંગ

​સાવરકુંડલા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને સરકાર માન્ય લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન ચૂકવાતું હોવાનો ગંભીર આક્ષેપ નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે તેમણે અમરેલીના શ્રમ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે.

​ગુજરાત સરકારના શ્રમ આયુક્ત દ્વારા તા. 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી જાહેર કરાયેલા નવા દર મુજબ ઝોન-2 માં કુશળ કામદારો માટે રૂ. 522.50, અર્ધ-કુશળ માટે રૂ. 512.50 અને અકુશળ કામદારો માટે પ્રતિ દિવસ રૂ. 501.50 લઘુત્તમ વેતન નક્કી કરાયું છે. જો કે, નગરપાલિકા દ્વારા મોંઘવારી ભથ્થું (VDA) ઉમેર્યા વગર જ માત્ર રૂ. 350 થી 400 ચૂકવવામાં આવી રહ્યા છે, જે લઘુત્તમ વેતન અધિનિયમ-1948 અને કોડ ઓન વેજીસ-2020 નો સ્પષ્ટ ભંગ છે.

​આ મામલે કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ તમામ રોજમદાર કર્મચારીઓને સરકાર માન્ય લઘુત્તમ વેતન મુજબ પૂરો પગાર ચૂકવવામાં આવે અને અત્યાર સુધી ઓછું ચૂકવેલ વેતનનો તફાવત એરિયર્સ તરીકે તાત્કાલિક આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

Related Posts