ગુજરાત

વેરાવળ લોહાણા બોર્ડીંગ માં રઘુવંશી પરીવારો માટે નવરાત્રી નો નાદ ગુંજશે વિના મુલ્યે ભવ્ય આયોજન, જલ્યાણ સજાવશે ગરબાનું આગણું

વેરાવળ શહેર માં લોહાણા જ્ઞાતિ રધુવંશી પરીવારો માટે જીલ્લાની સૌથી મોટી નવરાત્રી બસ સ્ટેન્ડ સામે લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં યોજાશે ૧૯ વર્ષથી જલ્યાણ ગ્રુપ ખુબજ સુંદર રીતે આયોજન કરી રહેલ છે જેમાં સ્વર મ્યુઝીકલ ઓરકેષ્ટ્રાના કલાકારો દરરોજ માતાજીના રાસગરબા ની જમાવટ કરશે અને ખેલૈયાઓને ડોલવશે.

વેરાવળ શહેર માં બસ સ્ટેન્ડ સામે લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં લોહાણજ્ઞાતિ રધુવંશી પરીવારો માટે ભવ્ય નવરાત્રી મહોત્સવ નું તા.૧૧/૧૦/૨૬ થી તા.૨૦/૧૦/૨૬ સુધી આયોજન કરાયેલ છે ૧૯૯૧ થી ચાલું થયેલ પરંપરા ને ૨૦૦૭ માં ૧૯ વર્ષથી જલ્યાણ ગ્રુપ દ્વારા ખુબજ સારી રીતે આયોજન કરાઈ રહેલ છે લોહાણા મહાજન પ્રમુખ, જલ્યાણ ગ્રુપ ના ચેરમેન દીપક કકકડે જણાવેલ હતું કે ગીર સોમનાથ જીલ્લામાં લોહાણા જ્ઞાતિ સૌથી વધારે વસ્તી ધરાવતા વેરાવળ સોમનાથ માં ભવ્ય નવરાત્રી મહોત્સવ ફક્ત રધુવંશી પરીવારો માટે યોજાય છે જેમાં દરરોજ હજારો ખેલૈયાઓ રમવા આવી પહોંચે છે ગરબા,સંગીત, ભકિત, ઉત્સવ ની ઉર્જા અનોખો અનુભવ આ દિવસો દરમ્યાન થાય છે ૧૯ વર્ષથી ચાલી રહેલ ભવ્ય નવરાત્રી મહોત્સવ માં કોઈપણ ખેલૈયાઓ અથવા દર્શકો પાસેથી પ્રવેશ ફી લેવામાં આવતી નથી કે રમવા માટેના કોઈ રકમ વસુલ કરવામાં આવતી નથી વિના મુલ્યે તમામ આયોજન ભવ્ય રીતે થઈ રહેલ છે જેમાં સ્વર મ્યુઝીક ગ્રુપ ના કલાકારો દિનેશ ચુડાસમા,જીજ્ઞાશા વાજા, દશરથ ચુડાસમા તેના ગ્રુપ સાથે ખેલૈયાઓને મોજ કરાવશે વિશાળ ગ્રાઉન્ડ ની અંદર આવી પહોંચતા રધવંશી પરીવારો તેમજ ખેલૈયાઓને બેસવા માટે ખુરશી ની વ્યવસ્થા ગ્રાઉન્ડ માં ભવ્ય લાઈટીંગ તેમજ ખેલૈયાઓને કોઈ પણ ક્ષતિ ના પહોંચે તે માટે કારપેટ પાથરવામાં આવે છે અઢીયા હોલ ની અંદર વાહનો પાર્કીંગ ની મોટી વ્યવસ્થા કરવામાં આવે છે ખાનગી સીકયુરીટી પણ સુરક્ષા રાખે છે.

લોહાણા બોડીંગ ના ટ્રસ્ટીઓ સંજયભાઈ તન્ના,રમેશભાઈ ઠકરાર, રમેશભાઈ કોટક, હર્ષિતભાઈ રૂધાણી, અજય રૂધાણી, પ્રભુદાસભાઈ રૂધાણી,ગોકળદાસ કોટેચા સહીતના વર્ષોથી લોહાણા જ્ઞાતિના દરેક કાર્યક્રમોમાં વિના મુલ્યે જગ્યા ફાળવે છે નવરાત્રી મહોત્સવ ૧૦ દિવસ નો સૌથી મોટો કાર્યક્રમ હોય તે પણ જ્ઞાતિ ના સેવા માટે કોઈપણ આર્થિક યોગદાન ની અપેક્ષા વગર રાખ્યા વગર ગ્રાઉન્ડ, અઢીયા હોલ સેવા આપે છે તેમજ આ વખતે લાખો રૂપીયા નો આર્થિક ખર્ચ કરી આખા ગ્રાઉન્ડ ની અંદર કોઈપણ જ્ઞાતિજનને મુશ્કેલી ન પડે માટે વિશાળ ગ્રાઉન્ડ માં બ્લોક પથરાવી દીધેલ છે.

૧૯૯૧ થી વડીલો દ્વારા નવરાત્રી મહોત્સવ શરૂ કરવામાં આવેલ હતો જે ૨૦૦૭ થી જલ્યાણ ગ્રુપ ના ચેરમેન અને હાલ ના લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે સંભાળી ૧૯ વર્ષથી પરંપરા મુજબ કંઈક નવું આકર્ષીત કરવા તૈયારીઓ કરવામાં આવે છે માતાજીના ગરબા નહી પણ સંપુર્ણ નવરાત્રી માં સાક્ષાત માતાજી આંગણે પધારે તેવો અનુભવ સંકલ્પ ચાલી રહેલ છે નવરાત્રી ના દિવસો દરમ્યાન લોહાણા જ્ઞાતિ રધુવંશી પરીવારોના વેરાવળ સોમનાથ નહી પણ સમગ્ર ગીર સોમનાથ માંથી પણ ઉમટી પડે તે માટે અપીલ કરાયેલ છે.

Related Posts