અમરેલી

પી.પી.એસ. હાઇસ્કૂલ વંડાના વિદ્યાર્થીઓનો તાલુકા કક્ષાના ‘ખેલ મહાકુંભ’માં ડંકો

-સાવરકુંડલા તાલુકા કક્ષાના ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’માં વંડાની શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલના ખેલાડીઓએ ઝળહળતો દેખાવ કરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓએ વોલીબોલ અને એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી મેડલ્સ તથા રોકડ પુરસ્કારો જીત્યા છે.

​સ્પર્ધાના મુખ્ય પરિણામો:

​વોલીબોલ: ઓપન એજ (બહેનો) પ્રથમ, ઓપન એજ (ભાઈઓ) દ્વિતીય અને અંડર-૧૭ (બહેનો) દ્વિતીય ક્રમે રહી હતી.

​એથ્લેટિક્સ (ભાઈઓ): મકવાણા આકાશે ઊંચી કૂદમાં પ્રથમ તથા લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ મેળવ્યો. ઉપરાંત ખસિયા યતિન, બાંભણીયા ઉત્સવ, વાળસૂર સુમિત અને સરવૈયા ભાર્ગવે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિવિધ ક્રમાંક મેળવ્યા.

​એથ્લેટિક્સ (બહેનો): બાંભણીયા નિરાલી (૪૦૦ મીટર દોડ), આંકોલિયા ઋચિકા (લંગડી ફાળકૂદ) અને ધાખડા કિરણે (૨૦૦ મીટર દોડ) પોતપોતાના વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. આ સિવાય મેવાડા ઉર્વશી, ખેરાળા ધારા અને મેર કુંજલે પણ મેડલ મેળવ્યા.

​વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનજીબાપા તળાવિયા, આચાર્ય શ્રી સંજયભાઈ ચૌહાણ તથા સમગ્ર શિક્ષકગણે વિજેતા ખેલાડીઓ અને માર્ગદર્શક પી.ટી. શિક્ષક શ્રી ડી.પી. સાહેબને બિરદાવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts