ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વડીલોની સુખાકારી અને જરૂરિયાતોને ધ્યાનમાં
રાખીને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સાવરકુંડલા ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વિશેષ મૂલ્યાંકન
(તપાસ) કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
સાવરકુંડલા-લીલિયા વિધાનસભા મતવિસ્તારના ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ભારત સરકારના નિષ્ણાત તબીબો
દ્વારા શારીરિક તકલીફોનું મૂલ્યાંકન કરવામાં આવશે. મૂલ્યાંકન બાદ વડીલોની જરૂરિયાત મુજબ સહાયક સાધનો
ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી વડીલોને દૈનિક જીવનમાં વધુ સરળતા અને સુવિધા મળી રહે.
આ વિશેષ કેમ્પ તા. ૮ અને ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ, સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી મહાત્મા
ગાંધી ધર્મશાળા, રેલવે સ્ટેશન સામે, સાવરકુંડલા ખાતે યોજાશે.
કેમ્પમાં લાભ લેવા માટે વડીલોએ આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, આવકનો દાખલો (માસિક આવક રૂ. ૩,૦૦૦ સુધીની
હોવાનું દર્શાવતો) તેમજ કોઈપણ પ્રકારનું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે. વડીલોને કેમ્પનો લાભ લેવા માટે
જરૂરી દસ્તાવેજો સાથે સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ કેમ્પમાં નોંધણી બાદ જ લાભાર્થીઓની તપાસ કરવામાં આવશે અને *નોંધણી કર્યા વગર કોઈપણ લાભાર્થીની
તપાસ કરવામાં આવશે નહીં, તેમ આયોજકો દ્વારા જણાવાયું છે. તેમજ મૂલ્યાંકન/તપાસ બાદ જરૂરી સહાયક
સાધનોના વિતરણ અંગેની માહિતી ત્યારબાદ આપવામાં આવશે.
વડીલોને સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ લેવા મોટી સંખ્યામાં કેમ્પમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં
આવી છે.
કેમ્પના સફળ આયોજન માટે સમાજ સુરક્ષા કચેરી, અમરેલી, જિલ્લા વહીવટી તંત્ર-અમરેલી તથા સંબંધિત
અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા પણ વડીલોને આ સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં
આવી છે.


















Recent Comments