અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર યાત્રાધામોની આસપાસ આવેલા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓની તપાસના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૬/૧૦/૨૦૨૬ના રોજ કુંકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાં) ખાતે આવેલા પ્રસિદ્ધ દડવા રાંદલના મંદિર પરિસરમાં આ ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ દરમિયાન ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તમામ બિઝનેસ ઓપરેટર્સ (FBOs)ને તેમના ધંધાના સ્થળ પર પૂર્ણ સાફ-સફાઈ રાખવા તેમજ હાઇજેનિક કન્ડિશનનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી પેક કરવા કે રાખવા માટે ન્યૂઝ પેપર (છાપાં)નો ઉપયોગ ન કરવા અને તેનાથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે વેપારીઓને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સ્થળ પર જ ૧૨ જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને જરૂરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અમરેલી વર્તુળના ડેઝીગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments