ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત ગુમના
બનાવોમાં સત્વરે મિલકત શોધી મુળ માલીકને પરત કરવાં તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવાં સુચના આપેલ હોય જે
અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં CERI પોર્ટલનો મહતમ ઉપયોગ કરી
ખોવાયેલ તથા ચોરી થયેલ મોબાઇલ શોધી કાઢવા અમરેલી જીલ્લામાં તા.૦૫/૧૦/૨૦૨૬ થી તા.૧૧/૧૦/૨૦૨૬ ની સ્પેશ્યલ
ડ્રાઇવ આયોજન કરી સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવાં
સુચના આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા
માર્ગદર્શન આપવામાં આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.એમ.કોલાદરા સાહેબનાઓની
રાહબરી હેઠળ (૦૧) અરજદાર રીબડીયા મૌલિકભાઇ કિશોરભાઇ રહે.રાજુલા વાળાનો વી.વો કંપનીનો કિ.રૂ.૨૯,૦૦૦/- ની
કિંમતનો મોબાઇલ રાજુલા ટાઉન વિસ્તારમાં ખોવાઇ ગયેલ તથા (૦૨) અરજદાર દુષ્યંતભાઇ ભાસ્કરભાઇ ભટ્ટ રહે.રાજુલા
વાળાનો વી.વી.કંપની નો કિ.રૂ.૨૧,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ વાવેરા ગામે માતાજીના દર્શન કરવા જતા ખોવાઇ ગયેલ હોય,
જેથી અરજદારશ્રીઓએ પોતાના મોબાઇલ ફોન ગુમ થયા અંગે રાજુલા પો.સ્ટે.માં અરજી આપતા જે અરજી અનુસંધાને રાજુલા
પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મિલ્કત શોધી બન્ને મોબાઇલ ફોનની કિ.રૂ ૫૦,૦૦૦/- ના મુળ
માલીકને પરત કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરતી રાજુલા પોલીસ ટીમ
કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેટર શ્રી વી.એમ.કોલાદરા તેમજ રાજુલા પોલીસ સ્ટશન ટીમ દ્રારા કરવામાં આવેલ છે.
CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ બે મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫૦,૦૦૦/-ના શોધી કાઢી ’’તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવતી રાજુલા પોલીસ ટીમ
















Recent Comments