ભારતીય સિનેમા અને મરાઠી રંગભૂમિના બહુમુખી પ્રતિભા ધરાવતા મહાન અભિનેતા નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે ગોવા ખાતે કાર્ડિયક અરેસ્ટના કારણે દુઃખદ નિધન થયું છે. હોસ્પિટલના તબીબો દ્વારા ૪૫ મિનિટ સુધી સતત સીપીઆર (CPR) આપીને તેમને બચાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેમના અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર દેશ, બોલિવૂડ અને કલાજગતમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
આસમાનની ઊંચાઈઓને આંબ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવું એ નાનાજીની સૌથી મોટી ઓળખ હતી. *ફિલ્મ ‘ક્રાંતિવીર’માં તેમનો અભિનય પત્રકારત્વ, કલા અને રાજકીય સિસ્ટમને ઉજાગર કરતો અદાકારી ક્ષેત્રનો અનોખો માઈલસ્ટોન ગણાય છે.*
*નાના પાટેકરના નિધનને પગલે સાવરકુંડલાના ખ્યાતનામ મિમિક્રી આર્ટિસ્ટ અનવરખાન પઠાણ સાથે ‘આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ’ના બિપીનભાઈ પાંધીએ વિશેષ સાક્ષાત્કાર કર્યો હતો. આ મુલાકાત દરમિયાન અનવરખાન પઠાણે ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, “નાના પાટેકર માત્ર એક મહાન અદાકાર જ નહીં, પરંતુ ક્રાંતિકારી વિચારધારા ધરાવતા માણસ હતા. આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમની ગૂંજ, અદાકારી અને વ્યક્તિત્વ હંમેશાં આપણી સાથે રહેશે.”*
જીવનના કડવા સત્યોને સહજતાથી સ્વીકારનારા નાના પાટેકરે વર્ષ ૨૦૨૩ના એક ઈન્ટરવ્યૂમાં પોતાની અંતિમ યાત્રા અંગે એક હૃદયસ્પર્શી વાત કરી હતી. તેમણે કહ્યું હતું:
“મારે ૧૨ મણ લાકડાની જરૂર પડવાની છે, આ જ મારી આખરી પ્રોપર્ટી છે. મેં મારા માટે સૂકા લાકડા અલગ રાખ્યા છે. *અંતિમ સંસ્કારમાં ભીનાં લાકડાનો ઉપયોગ ન કરતા, કારણ કે લીલા લાકડાના ધુમાડાથી લોકોની આંખોમાંથી પાણી નીકળશે અને મને એવી ગેરસમજ થશે કે લોકો મારા ગયાના દુઃખમાં રડી રહ્યા છે! મરતી વખતે આવી ગેરસમજ ન થવી જોઈએ.”*
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે હિન્દી અને મરાઠી સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. તેમના પાર્થિવ દેહને મહારાષ્ટ્ર લાવવામાં આવશે અને પૂણે નજીક આવેલા ડોંજે સ્થિત તેમના પ્રિય ફાર્મહાઉસ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
સાવરકુંડલાના કલાપ્રેમીઓ અને પત્રકાર આલમ તરફથી દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.
















Recent Comments