સાવરકુંડલા સોની બજારમાં સોનાની ખરીદીમાં તેજી, દિવાળી સુધી ભાવ સ્થિર રહેવાની આશા
સાવરકુંડલા શહેરના સોની બજારમાં હાલ સોનાની ખરીદી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા ગ્રાહકો ફરી સોનું ખરીદવા તરફ વળ્યા છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવતાં સોનાની ખરીદીમાં હજુ વધારો થવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોનાના ભાવમાં ઘટાડો થતાં જે લોકો લાંબા સમયથી ખરીદી માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા, તેઓ હવે સોની બજાર તરફ આવી રહ્યા છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો, તહેવારો અને રોકાણ માટે સોનું ખરીદનારા ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી દરમિયાન સોનાની ખરીદીમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે ત્યારે આ વર્ષે પણ સોની બજારમાં સીઝન સારી રહેવાની વેપારીઓને આશા છે.
સાવરકુંડલા શહેરમાં ગોલ્ડનો શો-રૂમ ધરાવતા અને સૌરાષ્ટ્રમાં હોલસેલ તેમજ રિટેલ સોનાનો વ્યવસાય કરતા કેતનભાઈ સોનીના જણાવ્યા અનુસાર, હાલમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રાહકો ખરીદી તરફ આગળ વધી રહ્યા છે. હાલ બજારમાં ખરીદીનો માહોલ ઊભો થયો છે અને આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થઈ શકે છે.
કેતનભાઈ સોનીના જણાવ્યા મુજબ, દિવાળી સુધી સોનાના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા હાલ નહિવત્ જણાઈ રહી છે. જેના કારણે ગ્રાહકો માટે હાલનો સમય ખરીદી માટે અનુકૂળ બની રહ્યો છે. સોનાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા ઓછી હોવાના કારણે લોકો પોતાની જરૂરિયાત મુજબ સોનું ખરીદી રહ્યા છે.
હાલમાં ખાસ કરીને 22 કેરેટ સોનાની ખરીદી વધુ જોવા મળી રહી છે. પરંપરાગત દાગીના અને ઘરેણાં માટે 22 કેરેટ સોનાને ગ્રાહકોની પસંદગી મળી રહી છે. બીજી તરફ યુવા વર્ગમાં 18 કેરેટ અને અન્ય કેરેટના સોનાના દાગીનાની માંગ પણ જોવા મળી રહી છે. યુવાનો ડિઝાઇન, લુક અને બજેટને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કેરેટના દાગીના પસંદ કરી રહ્યા છે.
દિવાળી સુધી સોનાના ભાવમાં મોટો ઉછાળો નહીં આવે તેવી બજારની હાલની સ્થિતિ વચ્ચે સોની બજારમાં ખરીદીનું પ્રમાણ વધવાની આશા છે. જો ભાવમાં ઘટાડો અથવા સ્થિરતા યથાવત્ રહે તો આગામી દિવસોમાં તહેવારોની ખરીદી સાથે સોનાના વેપારમાં વધુ તેજી જોવા મળી શકે છે.
















Recent Comments