ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ
કરવા સુચના આપેલ હોય, તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી મુદામાલ મુળ માલિકને પરત કરવા “ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા
જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તેમજ રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી
નયના ગોરડીયા સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
આ કામે ભોગબનાર ફરીયાદી ગઇ તા-૧૬/૦૬/૨૦૨૬ ના રોજ રાજુલા મુકામે રાજાણી કરીયાણાની દુકાને કરીયાણુ લેવા માટે ગયેલ
હોય તે વખતે બે અજાણ્યી મહીલાઓ તથા એક અજાણ્યા પૂરૂષે ફરીયાદી સાથે ધક્કા મુકી કરી અને ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાનો ચેન જેનુ
વજન.૩૫.૬૩૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૧૭,૦૦૦/- ના મુદામાલની ફરીયાદીની નજર ચુકવી ફરીયાદીની જાણ બહાર ચોરી કરી લઇ જઇ ગુન્હો
કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો આચરેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૦૨૬૦૪૭૩/૨૦૨૬
બી.એન.એસ.ક.૩૦૩(૨),૫૪ મુજબનો ગુન્હો નોંધાયેલ છે.
સદરહુ ગુન્હાને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓએ ગુન્હાને ડીટેક્ટ
કરવા અલગ અલગ ટીમો બનાવી અને સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા જોવામાં આવેલ
અને ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ કેમેરા જોવામાં આવેલ હતા અને આશરે ૧૭૦ જેટલા અલગ અલગ
સીસીટીવી કેમેરા રાજુલા પોલીસ ટીમ દ્વારા ચેક કરેલ બાદ રાજુલા પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સીસ આધારે આરોપીના ચોક્કસ નામ સરનામા
મેળવી અને ઉપરોકત તમામ ચારેય આરોપી જે પોતાના વતન રાજકોટ તરફ જતા હોય જેને રસ્તામાં પકડી પાડી અને ચોરીમાં ગયેલ સોનાનો ચેન
રીકવર કરી અને ગુન્હો ડીટેક્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ફરીયાદી ચતુરાબેન વા/ઓ કાળુભાઇ નાનજીભાઇ વાઘમશી ઉ.વ.૫૭
ધંધો.ઘરકામ રહે.દોલતી,પટેલ વિસ્તાર તા.સાવર કુંડલા જી.અમરેલી વાળાનો સોનાનો ચેન જેનુ વજન.૩૫.૬૩૦ ગ્રામ કી.રૂ.૧,૧૭,૦૦૦/- નો
૧૦૦ % ટકા મુદામાલ રિક્વર કરી પરત અપાવી “ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક કરેલ છે.
કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ તેમજ રાજુલા પોલીસ સ્ટશન ટીમ દ્રારા
કરવામાં આવેલ છે.
‘તેરા તુજકો અર્પણ ’કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ સોનાનો ચેન કિ.રૂ.૧,૧૭,૦૦૦ /-નો મુળ માલિકને પરત અપાવતી રાજુલા પોલીસ ટીમ
















Recent Comments