ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર-અમરેલીના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા સ્થિત ગાંધી ધર્મશાળા ખાતે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય એસેસમેન્ટ (તપાસ) કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો શુભારંભ અમરેલીના માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા/લીલીયા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા, અમરેલી કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોડવડીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન મહિડા તથા આર.સી.આઈ. ના ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર શ્રીમતી પૂજાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન વરિષ્ઠ નાગરિકો અને જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક તપાસ અને સાધન સહાય માટેનું નિદાન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.
















Recent Comments