સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા ખાતે ગૌસેવાનો ઉત્કૃષ્ટ દાખલો જોવા મળ્યો છે. આંબરડી ગામના નિવાસી અને પરમ ગૌપ્રેમી શ્રી રમેશભાઈ ગીરધરભાઈ માલાણી તરફથી ગૌશાળાની ગૌમાતાઓ માટે ૨૧૦ મણ સીંગનો પાલો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે.
અંદાજે રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર) ની કિંમતનો આ સીંગનો પાલો ગૌમાતાના આહાર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. દાતાશ્રીના આ ઉમદા અને પ્રશંસનીય સહયોગ બદલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ તથા ગૌશાળા પરિવાર દ્વારા શ્રી રમેશભાઈ માલાણીનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.
હાલમાં ગૌશાળામાં રહેલી ગૌમાતાઓ માટે હજુ પણ લીલા તથા સૂકા સીંગના પાલા તેમજ જુવારની કડબ (નીરણ)ની ભારે જરૂરિયાત છે. આથી, વિસ્તારના ઉદાર મન ધરાવતા ધર્મપ્રેમીઓ અને ગૌપ્રેમીઓને ગૌમાતાના નિરણ/ઘાસચારા અર્થે શક્ય તેટલો સહયોગ આપવા ટ્રસ્ટ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવી છે. એમ વિજયભાઈ વસાણી અને કાંતિભાઈ પાંચાણીની એક સંયુક્ત યાદીમાં જણાવાયું હતું
















Recent Comments