સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર સ્થિત કાર એસેસરીઝ અને વિવિધ ફેન્સી આઈટમ્સ માટે જાણીતી ‘લક્કી આર્ટ’ શોપ ખાતે આજરોજ એક સ્નેહપૂર્ણ અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. સાવરકુંડલા સ્થિત વિશ્વસનીય સેવાધામ માનવમંદિરના સંચાલક પ.પૂ. ભક્તિરામબાપુએ ‘લક્કી આર્ટ’ની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પૂજ્ય ભક્તિરામબાપુએ ઈમરાનભાઈ સાથે કુશળ ક્ષેમ પૂછીને તેમના વ્યવસાયિક કાર્યને બિરદાવ્યું હતું અને ભવિષ્યની પ્રગતિ માટે મંગળ આશીર્વાદ પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, મહુવા રોડ પર આવેલી ‘લક્કી આર્ટ’ શોપમાં ગ્રાહકો માટે કાર એસેસરીઝની વિશાળ શ્રેણી અને ગુણવત્તાયુક્ત આઈટમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઈમરાનભાઈ માત્ર વ્યાપાર જ નહીં પરંતુ “ગ્રાહકનો સંતોષ એ જ સાચો નફો” એ મંત્ર સાથે વેપાર ક્ષેત્રે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી રહ્યા છે. ઈમરાનભાઈના આ સકારાત્મક અને ગ્રાહકલક્ષી અભિગમથી પ.પૂ. ભક્તિરામબાપુએ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે સ્થાપિત વેપારીઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા પણ ઈમરાનભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


















Recent Comments