શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ, સાવરકુંડલા ખાતે તા. ૧૩/૧૦/૨૦૨૬ ને મંગળવારના રોજ વિદ્યાર્થીનીઓ માટે ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો હતો. ડી.જે.ના તાલે શાળાની તમામ દીકરીઓએ હર્ષોલ્લાસપૂર્વક ગરબાનો આનંદ માણ્યો હતો.
વિદ્યાર્થીનીઓની પ્રતિભા ખીલવવા વેલ ડ્રેસ, વેલ પરફોર્મન્સ, આરતી થાળી ડેકોરેશન અને પ્રાદેશિક વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા તથા કાર્યક્રમના અંતે તમામ દીકરીઓને ‘ઇડલી-સંભાર’નો અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ ઇનામો અને અલ્પાહારના દાતા તરીકે ગોકુલ જ્વેલર્સ (સાવરકુંડલા) ના શ્રી રાજુભાઈ સોની તથા શ્રી હિરેનભાઈ સોનીનો સુંદર સહકાર સાંપડ્યો હતો.
આ પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડીયા, શ્રી દીપકભાઈ શેઠ, શ્રીમતી જાગૃતિબેન રાવલ, શ્રીમતી રેખાબેન નાગ્રેચા અને શ્રીમતી દીનાબેન દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પારુલબેન ગાંધી, આરતીબેન નાગ્રેચા અને પ્રતીક્ષાબેન કારીયાએ હાજરી આપી શોભા વધારી હતી.
શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયાએ સૌને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


















Recent Comments