અમરેલી

લુવારીયા વડીલો માટે તદ્દન ફ્રી “સેવા સત્સંગ યાત્રા” દાતા કલ્પેશભાઈ સુદાણી દુબઇ ના સહયોગ યોજાય

લીલીયા તાલુકા થી સેવા સત્સંગ યાત્રા તા.26-8-2026ને બુધવારના રોજ પવિત્ર શ્રાવણ માસમાં સમસ્ત લુવારીયા ગ્રામજનોના તમામ વયોવૃદ્ધ વડીલ માતા-પિતાને તદ્દન ફ્રીમાં” સેવા સત્સંગ યાત્રાના” યુવા દાતાશ્રી કલ્પેશભાઈ બી.સુદાણી ગામ લુવારીયા હાલ દુબઇના સહયોગ યોજાય રાજેશભાઈ પાનસુરીયા નાં સુંદર, સુચારુ,આયોજન દ્રારા ૨ * ૨ સ્લીપર વોલ્વો બસ- બાંધી નિઃશુલ્ક યાત્રાની શરૂઆત સવારના 4-00 કલાકે પ્રસ્થાન કરાય130 વ્યક્તિ સાથે બસ પ્રસ્થાન કરી સૌ પ્રથમ જલારામ વીરપુર મંદિર દર્શન શક્તિપીઠ ખોડલધામ મંદિર-કાગવડ બેટરી રીક્ષા સાથે વડીલ દર્શનાર્થીઓને માં-ખોડલના દર્શન કરાવી ધન્યતા અનુભવી સાથે ધૂન-સ્તુતિ કરી, તેમજ અતિ પ્રાચીન બૌદ્ધગુફા-ખંભાલિડા સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન-જેતપુર દેવદર્શન કરી આરામકક્ષમાં વામકક્ષી કર્યા પછી હિંડોરણl દર્શન સાથે અખન્ડ ધૂનમાં સહભાગીદાર થયા,અંતમાં પરબધામ-વાવડી દર્શન કરી,સમગ્ર યાત્રાનું યોગ્ય સંકલન અને સહકાર સાથે માર્ગદર્શન આપનાર રાજેશભાઇ પાનસુરીયાને સૌએ રૂડા આશીર્વાદ આપ્યા,આમ સમગ્ર ગામમાં એકતા અને સંપ-સહકારથી વડીલ વંદનાને યાત્રા કરીને સૌને રાજીપો મળ્યો, તેમ હીંમતભાઈ શિરોયા ની યાદી મા જણાવ્યું હતું

Related Posts