ગુજરાત

કેળવણી ના હિમાયતી સ્વામી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં હેલ્થીઝમ એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી એન્ડ ફિટનેસ બ્યુરોના ૧૦ વર્ષ પૂર્ણ સર્વાંગ મેગા મેડીકલ કેમ્પ યોજાયો

વડોદરા હેલ્થીઝમ એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી એન્ડ ફિટનેસ બ્યુરોના ૧૦ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આયોજિત સર્વાંગ મેગા મેડીકલ કેમ્પ યોજાયો આ સેવા યજ્ઞ નો દીપ પ્રાગટ્ય કરી  મહેમાનો ના વરદહસ્તે પ્રારંભ કરાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની “સેવા અને સમર્પણ” ની પ્રેરણાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમારા અતિથિ વિશેષ વડોદરા ના શ્રી સતીષભાઈ પટેલ ધારાસભ્ય  માંજલપુર વિધાનસભા

શ્રી ચેતનભાઈ પરમાર કોર્પોરેટર, વોર્ડ નં.૧૮ શ્રીમતી દીપાબેન પેનલાલ શ્રીમતી મધુબેન ગાયકવાડ

શ્રી કેતનભાઈ પટેલ શ્રીમતી રીતાબેન આચાર્ય – કોર્પોરેટર વોર્ડ નં. ૮, સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સૌના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. આ મેગા મેડીકલ કેમ્પનું આયોજન હેલ્થીઝમ, BIMS હોસ્પિટલ, સિદ્ધિ ICU મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, દંતતંત્રી આયુર્વેદા અને Breva દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

જેમાં સેવાઓ: ફિઝીયોથેરાપી, ડેન્ટલ, BMD (હાડકાની તપાસ), આંખની તપાસ, મેડીકલ ઓફિસર, ઓર્થો સર્જન, ફિઝિશિયન, આયુર્વેદિક, બ્રેસ્ટ કેન્સર ચેકિંગ, સર્વાઈકલ કેન્સર સ્ક્રીનીંગ અને ઓરલ કેન્સર જાગૃતિ તપાસ.આ કેમ્પને સફળ બનાવવા બદલ સહયોગી સંસ્થાઓ BIMS ના સંચાલક ડૉ. અનિલ પટેલ સિદ્ધિ ICU ના ડૉ. નિસર્ગભાઈ શાહ, ડૉ. પૂનમભાઈ, ડૉ. નિમીષાબેન અને તેમની ટીમ Breva ના ડૉ. દવનિબેન દંતતંત્રી આયુર્વેદા ટીમ BMD ટીમ, મુંબઈ Renal Foundation ટીમ  સૌનો હેલ્થીઝમ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર દર્શન વ્યક્ત કરાયું હતું ૧૦ વર્ષથી આપે જે વિશ્વાસ અને પ્રેમ આપ્યો છે “Physio For Growing Of Health” ના સૂત્ર સાથે અમે આપની સેવામાં સદાય તત્પર રહીશું.તેવી આશા વ્યક્ત કરાય હતી મેડિકલ ક્ષેત્રે માનવતા વાદી અભિગમ થી ખુબ સંતોષ વ્યક્ત કરતા દર્દી નારાયણો ના દર્દ પારખી ને ઈલાજ કરનાર તબીબો પ્રત્યે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે હીરા પારખું કરતા પીડા પારખું ઉત્તમ છે પ્રસન્તા વ્યક્ત કરી સમગ્ર મેડિકલ ટિમ ને અંતર થી આશિષ પાઠવ્યા હતા 

Inbox

Related Posts