શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી જાની પાયલબેન જગદીશભાઈએ ધોરણ 10 ના પરિણામમાં 98.38 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. પાયલબેન આ સફળતા માટે જણાવે છે કે વર્ષ દરમિયાન શાળામાં લેવામાં આવતી વિકલી ટેસ્ટ, રાઉન્ડ પેપર ટેસ્ટ તથા ક્લાસરૂમમાં સંપૂર્ણ તૈયારી અને વધારાના સમયમાં શાળામાં રીડિંગની જે વ્યવસ્થા હતી તે આ સફળતા પાછળ મુખ્ય કારણભૂત છે. સાથે સાથે બેન જણાવે છે કે દિવસ દરમિયાન કુલ છ કલાકનું સ્માર્ટ રીડિંગ કરી આ સફળતા પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં પાયલબેન IAS બની માતા-પિતાનું નામ રોશન કરી રાષ્ટ્ર સેવા કરવા ઈચ્છે છે. શ્રેષ્ઠ પરિણામ માટે તે પોતાના માતા પિતા તથા ગુરુજનો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરે છે. પાયલબેનના પિતાશ્રી જગદીશભાઈ જણાવે છે કે ગ્રામ્ય કક્ષાએ આવી ઉત્તમશાળા વાલીઓ માટે આશીર્વાદરૂપ છે તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયી રહેશે.
ગણેશ શાળા ટીમાણા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી ખેડૂત પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો














Recent Comments