ભાવનગર

ધોરણ: 10 માં ગણેશ શાળા-ટીમાણામાં ભણીને સ્વરાબેન પંડયાએ 99.99 P.R. રેન્ક મેળવ્યો.

સ્વરબેન આગામી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવીને કલેક્ટર બનવા ઇચ્છે છે 

         ગણેશ શાળા ટીમાણામાં ધોરણ 10 માં અભ્યાસ કરતાં શિક્ષક માતા-પિતાની દિકરી સ્વરાબેન ગૌતમભાઈ પંડ્યાએ આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 99.99 પર્સન્ટાઈલ રેન્ક સાથે ટોચનો ક્રમ મેળવીને વિજ્ઞાન 100ગુણ,સામાજિક વિજ્ઞાન 100ગુણ, સંસ્કૃત 100 ગુણ, ગુજરાતી 99 ગુણ, અંગ્રેજી 99 ગુણ અને સ્ટાન્ડર્ડ ગણિતમાં 94 ગુણ મેળવ્યા છે.

 સ્વરાબેન જણાવે છે કે રોજની ત્રણ થી ચાર કલાકની મહેનત અને શિક્ષકોનું સતત માર્ગદર્શન તથા છેલ્લા ત્રણ મહિના દરમિયાન રોજના પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ અને શિક્ષક માતા-પિતાની પ્રેરણાથી આટલું ઊંચું પરિણામ લાવવું શક્ય બન્યું છે.

 સ્વરાબેન આગળ વિજ્ઞાન પ્રવાહમાં A ગૃપ રાખીને UPSC પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવી કલેક્ટર બનવા માંગે છે. આ તેનું સપનું છે.

Related Posts