ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના જતન તથા પ્રચાર અર્થે ‘સંસ્કૃત સપ્તાહ’ નિમિત્તે સાવરકુંડલા ખાતે ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી નીકળેલી આ યાત્રાએ શહેરમાં સાંસ્કૃતિક જાગૃતિનો નવો સંચાર કર્યો હતો. એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને યાત્રા જે.વી. મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.
આ યાત્રામાં ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. પ્રાચીન વારસો અને સંસ્કૃતના વૈજ્ઞાનિક મહત્વને દર્શાવતી ૭ જીવંત ઝાંખીઓ (ટેબ્લો) આકર્ષણનું કેન્દ્ર બની હતી.
યાત્રાના અંતે તમામ સહભાગી બાળકો માટે સાત્વિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.










Recent Comments