અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તા. 25-09-2026ના રોજ ‘રોડ સેફટી જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી આ વિશિષ્ટ આયોજન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી તથા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ન વાપરવા જેવા મહત્વના મુદ્દાઓ પર સુંદર રજૂઆત કરી હતી. લાલજીભાઈ રાઠોડ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
શાળાના શિક્ષકશ્રી મેહુલભાઈ મહેતાના સંચાલન હેઠળ આયોજિત આ કાર્યક્રમના અંતે આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયાએ માર્ગ સલામતીનું મહત્વ સમજાવી, અકસ્માત મુક્ત સમાજ નિર્માણ માટે પરિવાર અને સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રેરણા આપી હતી. સમગ્ર શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.


















Recent Comments