અમરેલી

સાવરકુંડલામાં શ્રી કૃષ્ણ ગૌશાળાના યુવા ગૌસેવકોની ત્વરિત કામગીરી: ઘાયલ વાછરડાને તાત્કાલિક મધ્ય બપોરે તબીબી સારવાર પૂરી પાડી

સાવરકુંડલા ​શહેરમાં આવેલ નાગનાથ સોસાયટી ખાતે ગતરોજ એક વાછરડું અત્યંત ઘાયલ અને અસહ્ય વેદનાથી તરફડતી હાલતમાં મળી આવ્યું હતું. આ દ્રશ્ય જોઈ સ્થાનિક રહીશોએ તુરંત જ દેવળા ગેટ સ્થિત ‘શ્રી કૃષ્ણ ગૌશાળા’ના પ્રમુખ શ્રી રાજુભાઈ બોરીસાગરનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને રાજુભાઈએ તુરંત પશુ ચિકિત્સકોનો સંપર્ક કરાવી આપી, ચોક્કસ લોકેશન મેળવીને તબીબી ટીમને રવાના કરી હતી.

​ભાદરવાના આકરા તાપ અને ધોમધખતી બપોરે પશુ ચિકિત્સકોની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ વાછરડાને તાત્કાલિક જરૂરી સારવાર પૂરી પાડીને નવજીવન આપ્યું હતું. *’૧૦૮’ની ઝડપે મળેલી આ સેવા બદલ સ્થાનિકોએ ગૌશાળાના મેનેજમેન્ટની સરાહના કરી હતી.*

​સરકારી સહાય વગર માત્ર જીવદયા પ્રેમીઓના સહયોગથી ચાલતી સંસ્થા

​જ્યારથી દેવળા ગેટ ખાતેની આ *શ્રી કૃષ્ણ ગૌશાળાનું સુકાન સમર્પિત યુવાન રાજુભાઈ બોરીસાગર અને તેમની ટીમ સમક્ષ આવ્યું છે, ત્યારથી અહીં અંધ, બિમાર, લુલી-લંગડી ગાયો અને પશુઓની ઘરના સભ્યોની જેમ માવજત કરવામાં આવે છે.* નોંધનીય છે કે આ સંસ્થાને કોઈ સરકારી સહાય કે અન્ય નિશ્ચિત આવક નથી; આ સમગ્ર સેવાકાર્ય માત્ર ગૌપ્રેમીઓ અને દાનવીરોના સહયોગથી જ ચાલે છે.

​જીવદયાના આ અનોખા માપદંડ અને પારદર્શક સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સમગ્ર સાવરકુંડલા પંથકમાં શ્રી કૃષ્ણ ગૌશાળાની યુવા ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે.

Related Posts