શ્રી મેઘાપીપળીયા પે સેન્ટર શાળા ની વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કરતી ધોરણ છ માં ભણતી “બોરીચા નીર રાહુલભાઈ” એ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને ડંકો વગાડ્યો.. ને 1500 રૂપિયા રોકડ પુરસ્કાર રૂપે ભેટ આપવામાં આવી. આ વાર્તા સ્પર્ધા યોજનાર કપડવંજ તાલુકા સંઘ તેમજ મહંમદપુરા પ્રાથમિક શાળા તરફથી યોજાઇ હતી જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો તેમાં આ દીકરીએ ધો.6 થી 8 ના વિભાગમાં પ્રથમ ક્રમ મેળવીને ગામ શાળા તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.. વધુમાં માહિતી આપુ તો આ વાર્તા સ્પર્ધા youtube દ્વારા મોકલવાની હતી.. જે શિક્ષક “શ્રી કાજલબેન પાનસુરીયા” એ જહેમત ઉઠાવીને શિક્ષકો અને બાળકોને સ્પર્ધા માટે તૈયાર કરી ને youtube ની લીંક દ્વારા મોકલવામાં આવી હતી.. વધુ વિસ્તારથી જોઈએ તો..
વાર્તાનો વડલો મહમદપુરા પ્રાથમિક શાળા અને કપડવંજ તાલુકા વિધાર્થી સંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ..
ચારેક મહિના પહેલા સમગ્ર રાજ્યમાં વાર્તાનો વડલો શાળા કપડવંજથી શરૂઆત કરીને આખા રાજ્યમાં વાર્તા સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં બાળકો અને શિક્ષકો દ્વારા પ્રાર્થનામાં બાળકોને વાર્તા કહેવી જેનો વીડિયો મોકલી રજીસ્ટ્રેશન કરવાનું હતું જેમાં ગુજરાત રાજ્યના 14 જિલ્લાની 200 થી પણ વધુ શાળાઓ વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં શિક્ષક મિત્રો અને બાળકો પ્રાર્થના સભામાં વાર્તા કહેતા થયા ધ્રુવ, નચિકેતા પ્રહલાદ ,આરુણી ,ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, કહેવામાં આવી હતી. કેટલાય બાળકોએ અભિનય સાથે ખુબ સુંદર વાર્તાઓ પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવી હતી જેમાં અંદાજે 200 શાળાના 4000 બાળકોએ વાર્તા નો લાભ લીધો અને એમાંથી અમારી પાસે રજીસ્ટ્રેશન મારફતે આવેલ યાદી પ્રમાણે ત્રણ મૂલ્યાંકર જેમાં સાહિત્યકાર, વાર્તા લેખકો દ્વારા મૂલ્યાંકન કરી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાંથી બાલવાટિકા થી માંડી પાંચમાં ધોરણ માંથી ત્રણ નંબર અનુક્રમે પ્રથમ અવંતિબેન કપડવંજ દ્વિતિય, વિસ્તુતિ સુરત તૃતીય, ક્રિષા , ડુંગરીટીંબા, ખેડા અને 6 થી 8 માંથી ત્રણ નંબર અનુક્રમે પ્રથમ, નીરબેન અમરેલી, દ્વિતીય, જયશ્રીબેન ઇડર , તૃતીય, દેવાંશી સુરત તેમજ શિક્ષકો માંથી ત્રણ નંબર અનુક્રમે તેજલબેન કાસોર આણંદ, દ્વિતીય કોમલબેન પી એમ શ્રી હાડગુડ આણંદ, ગાયત્રીબેન એમ વી પરીખ કપડવંજ આપી બધાને અંદાજે 10 હજારના ઇનામ અને આવેલ સ્થળ પર આવેલને પુસ્તકો આપવામાં આવ્યા હતા.. કપડવંજ તાલુકા વિધાર્થી સંઘ દ્વારા ધોરણ 10 અને 12 પછી શું એવો માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો તેમાં ઉપસ્થિત શ્રી રંગબાળ શ્રી જગદીશાનંદજી , પ્રમુખ શ્રી મહેશભાઈ શર્મા, 2.5, લાખ ફોલોવર્સ ધરાવતા અલ્પેશભાઈ ભટ અને પરમાર સાહેબ હસ્તે ઇનામ રાશી વિતરણ કરવામાં આવી હતી. સ્વામી દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર રાજ્યમાં વાર્તાનો વડલો અત્યારે હાલ ખૂબ સારું પરિણામ મેળવી રહ્યું છે જેમાં શાળાના 190 બાળકો 500થી વધુ વાર્તાઓ બોલે છે અને અનેક જિલ્લાઓમાં ઘણી બધી શાળાઓ હવે પોતાના ત્યાં ઝાડ હોય તો ત્યાં આજુબાજુ ઓટલો બનાવી બાળકોને વાર્તા કહેતા થયા છે અને મોબાઈલ યુગમાં વિભક્ત કુટુંબ માં દાદા પાસેથી મૂલ્યવાન વાર્તાઓ સાંભળવાની બંધ થઈ ગઈ છે ત્યારે વાર્તાનો વડલો શાળા આશાનું નવું કિરણ લઈને આવી છે. તમામ બાળકોને ખૂબ લાભ થયો છે બાળકો બોલતા અને વિચારતા થયા છે. વાર્તા દ્વારા મૂલ્યનું સિંચન કરી શકાય છે. આવી સ્પર્ધાઓ આજના મોબાઇલ યુગમાં આશીર્વાદ સમાન છે. આજે પરિવારમાં સયુંકત રહેવું જોઈએ દાદા દાદી દ્વારા જે મળે છે તે ક્યાંયથી નથી મળતું.
વાર્તાનો વડલો પ્રોજેક્ટ રાજ્યમાં તમામ શાળાના આચાર્ય માટે બનેલ મોડ્યુલમાં કેશ સ્ટડી તરીકે પણ સ્વીકાર થયો છે . હજુ પણ જૂન નવા સત્ર થી વાર્તા અભિયાન માં જોડાઈ શકો છો. સમગ આયોજન મિનેષ પ્રજાપતિ વાર્તાનો વડલો શાળા આચાર્ય અને સાહિત્યકાર માધવ ગઢવી અને કપડવંજ તાલુકા વિધાર્થી સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી મેઘાપીપળીયા પે સેન્ટર શાળા ની વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું














Recent Comments