ધો.12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 99.60 P’tile પ્રાપ્ત કર્યા.
તાજેતરમાં જાહેર થયેલ ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં તળાજા પંથકની દીકરીએ ડંકો વગાડ્યો છે.તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ માં અભ્યાસ કરતા પાદરગઢ ગામની વતની મોરી સંજીતાબા પ્રતાપસિંહએ 99.60 P’tile સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા, પરિવાર અને સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે.
ખેડૂતપુત્રીએ પોતાની પ્રતિભા સાબિત કરી દીધી છે.પિતા પ્રતાપસિંહ ડી. મોરી પોતે એક સફળ ખેડૂત છે. અને કાકા ભરતસિંહ મોરી નાયબ મામલતદાર તળાજા છે. સફળતાનો વારસો જાળવી રાખીયો છે.
દીકરીબાની આ સિદ્ધિએ ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટે પ્રેરણા પૂરી પાડી છે.
સંજીતાબાએ પોતાની સફળતાનો શ્રેય શાળા અને પોતાના પરિવારને આપતા જણાવ્યું હતું કે…
”મારી આ સિદ્ધિ પાછળ નીલકંઠ ગુરુકુલમ્ ના ટ્રસ્ટીઓ અને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન તેમજ મારા માતા-પિતાના પ્રોત્સાહનથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે.શાળાના શિસ્તબદ્ધ વાતાવરણ અને સતત રિવિઝનને કારણે હું આ લક્ષ્યાંક હાંસલ કરી શકી છું.”
નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને શિક્ષકગણે સંજીતાબાને અભિનંદન પાઠવ્યા હતા.
પાદરગઢ ગામમાં પણ દીકરીબાની આ સફળતાને વધાવી લેવામાં આવી હતી.


















Recent Comments