ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.
અમરેલીના જાળીયા મુકામે લોકશાહી પર્વની ઉજવણીમાં યુવા, મહિલા અને વરિષ્ઠ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા છે. પ્રથમ વખતના યુવા મહિલા મતદાર સોલંકી વૈશાલીબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
ફર્સ્ટ ટાઈમ યુવા વોટર સોલંકી વૈશાલીબેને જણાવ્યું કે, આપણી લોકશાહી ગૌરવવંતી છે, મારો ‘વોટ’ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધુ મજબૂત બનાવશે,મેં લોકશાહીને વધુ સશક્ત બનાવવા માટે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સોલંકી વૈશાલીબેને જિલ્લાના યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી


















Recent Comments