ઝડપ જો આ સમયસર
અંકુશિત કરવામાં નહીં આવે,
બનાવેલી પોતાની સૃષ્ટિ
સ્યંમ માનવ ખોઈ બેસશે.
બ્રહ્માસ્ત્ર સમી આ શક્તિનો
ઉપયોગ સન્માર્ગે કરો,
નહિ તો આ જ ટેકનોલોજી આત્મઘાતી થઈ જશે.
–“પાંધી સર”
ટેકનોલોજીની દુનિયામાં પર્સનલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ક્રાંતિના પ્રણેતા તથા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અનિયંત્રિત વિકાસ સામે ગંભીર ચેતવણી આપી છે. ૧૯૭૫થી ટેકનોલોજીના સમર્થક રહેલા ગેટ્સે સ્પષ્ટ કર્યું છે કે AI ભૂતકાળની ટેકનોલોજી કરતાં સાવ અલગ અને ઊંડી અસર ધરાવે છે. જો તેની ઝડપ પર અંકુશ મૂકવામાં નહીં આવે, તો માનવજાતે તેનું ભારે પરિણામ ભોગવવું પડશે. OpenAIના સેમ ઓલ્ટમેન, એલોન મસ્ક અને ગૂગલ ડીપમાઇન્ડના સંશોધકો પણ આ ચિંતામાં સુર પુરાવી રહ્યા છે.
વિચક્ષણ ટેકનોલોજી કોઈ ‘બ્રહ્માસ્ત્ર’થી ઓછી નથી. બુદ્ધના ‘મધ્યમ માર્ગ’ અને “અતિ સર્વત્ર વર્જયેત”ના સિદ્ધાંત પ્રમાણે, AIનો વિકાસ રોકવાને બદલે તેનું સાચું નિયંત્રણ જરૂરી છે. આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ સમાજ માટે આત્મઘાતી બનવા દેવાને બદલે અંડરવર્લ્ડ, ડ્રગ માફિયા, ગુનેગારો અને છેતરપિંડી કરનારાઓને નાથવા માટે થવો જોઈએ. જો યોગ્ય દિશા અપાશે તો જ AIનું અવતરણ ખરા અર્થમાં સાર્થક થશે.













Recent Comments